Connect Gujarat
ગુજરાત

નર્મદા : નિવૃત ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ લીધી સ્ટેચ્યુની મુલાકાત, જુઓ શું કહયું

નર્મદા : નિવૃત ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ લીધી સ્ટેચ્યુની મુલાકાત, જુઓ શું કહયું
X

નર્મદા જિલ્લાના કેવડીયામાં નિર્માણ

પામેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની દેશ- વિદેશના મહાનુભવો

મુલાકાત લઇ રહયાં છે ત્યારે આ યાદીમાં દેશના નિવૃત ચીફ જસ્ટીસ રંજન ગોગોઇનું પણ

નામ ઉમેરાયું છે.

અયોધ્યામાં રામની જન્મભુમિ સહિત અનેક

મહત્વપુર્ણ કેસોમાં ચુકાદા આપનારા દેશના નિવૃત ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ કેવડીયામાં

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેઓ પોતાના પરિવાર સાથે કેવડીયા આવી

પહોંચ્યાં હતાં. તેમણે પ્રથમ બટર ફલાય પાર્ક અને કેકટસ ગાર્ડનની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યું હતું. વિઝીટર બુકમાં તેમણે લખ્યું

હતું કે, આ મારા

જીવનનો આ સૌથી મહત્વનો દિવસ છે.આ દિવસે મને પ્રેરણા મળે છે કે મેં નિવૃત થયા બાદ પણ ઉત્તમ દેશ સેવા

કરું.સરદાર પટેલે જે કાર્ય કર્યું જેનાથી ભારતને મહાન બનાવ્યું.એકતાના પ્રતીક સાચા

અર્થમાં છે.હું આશ્વથ છું કે દરેક યાત્રી આ મહાન જગ્યાની મુલાકાત બાદ આ જ

વિચારશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું અને ઇતિહાસ જે બતાવ્યો છે અહીંયા તે

સાચા અર્થમાં ગુજરાત રાજ્યની મોટી ઉપલબ્ધી છે. હું ગુજરાત રાજયને શુભેચ્છા આપું છું અને અભીનંદન આપું છું.

Next Story