Connect Gujarat
ગુજરાત

હવે નર્મદા નહિ રહે સૂકી ભઠ, જાણો કેમ?

હવે નર્મદા નહિ રહે સૂકી ભઠ, જાણો કેમ?
X

ગુજરાતની જીવાદોરી અને માઁ નર્મદામાં પાણી આવશે એવી નવી આશા બંધાઈ છે. ગુજરાત સરકાર દ્વારા બુધવારથી 1500 ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. જે પાણી ગોડબોલે ગેટમાંથી છોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષો થી નર્મદા નદીમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે અને એના કારણે દરિયાની ખારાશ છેક ભરુચ સુધી આવી ગઈ છે અને હાલ નર્મદા એક સફેદ રણની જેમ દેખાઈ રહી છે ત્યારે 1500 ક્યુસેક પાણી નર્મદા નદી માટે પ્રાણવાયુ બની રહશે.

હાલની વાત કરીએ તો કરજણ ડેમમાંથી 6000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે છેલ્લા ઘણાય સમયથી ભરુચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપા અને કોંગ્રેસના નેતાઓ અને સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થા નર્મદા બચાવવા માટે આંદોલનો કરી રહી છે, એમના માટે આ સમાચાર ખુશખબર સાબિત થશે.

Next Story