Connect Gujarat
ગુજરાત

નવસારીમાં સગીર બાળકી સાથે ST બસના કર્મચારીએ કર્યાં અડપલા..!

નવસારીમાં સગીર બાળકી સાથે ST બસના કર્મચારીએ કર્યાં અડપલા..!
X

નવસારીમાં બાળકી સાથે એસ ટી બસના કર્મચારીએ કર્યાં અડપલા.

બસમાં એખલી બાળકીને જોતા કર્મચારીએ દાંનત બગાડી.

પોલીસે આરીપી ને ઝડપી પાડી શરૂ કરી તપાસ.

નરાધમોના શરીરમાં વાસના નો કીડો છછૂંદરની જેમ એટલાઓ ઉછળકૂદ કરતો હોય છે. કે તેઓ બાળકીઓને પણ વાસના સંતોષવા પોતાની જકડમાં લેવાનો પ્રયત્ન કરતા હોય છે. અહીં ગુજરાત રાજ્ય પરિવહન નિગમના કર્મીએ નવસારી થી ગામડે જતી એસટીમાં ૧૬ વર્ષની બાળકી સાથે અડપલાં કરતા મચી ગયો ખળભળાટ અને એ ખળભળાટ લઇ ગયો પોલીસના દરબારમા

ગ્રામ્ય વિસ્તારમાંથી શાળાએ આવતી જતી એક ૧૬ વર્ષીય બાળકી રોજિંદાક્રમ મુજબ તારીખ ૪-૫-૧૯ ના રોજ રાજ્યની પરિવહન નિગમની બસમાં શાળા માંથી છૂટ્યા બાદ પોતાના ઘરે જતી હતી તે સમયે બે જેટલા મુસાફરો પાછળની હરોળમાં બેઠા હતા અને બાળકી આગળની બેઠકમાં એકલી બેઠી હતી તે સમયે આ માનસિક વિકૃત કંડક્ટર બાળકીને પાસે આવીને વાસનારૂપી ચુંબન કર્યું હતું અને અડપલાઓ શરુ કર્યા હતા આ ઘટના થી હેબતાઈ ગયેલી બાળકી શહેરના ટાટાહોલ વિસ્તારમાં ઘરે જવાનું માંડી વાળી ને ઉતરી ગઈ હતી અને અન્ય વેવસ્થાઓ કરીને ઘરે પોંહચીને રુદન કરતા કરતા માતાને પોતાની આપબીતી કરતા મામલો બહાર આવ્યો હતો અને મનમાં આવા કંડકટરને સબક મળે તે હેતુથી માતા પોલીસ સ્ટેશન જવાનું પસંદ કરી દીકરીને ન્યાય મળે એ માટે ફરિયાદ નોંધાવી છે કન્ડક્ટરના આવા કૃત્યથી ચરોતરફ ફિટકાર વરસતો થયો છે સાથે એસટી નિગમ તરફથી ખાતાકીય તપાસ પણ કરવામાં આવી રહી છે.

નિવૃત્તિના આખરી પડાવમાં આ દેખાતા કંડક્ટરની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ હોય એમ કલંકિત કામ કરીને સમાજમાં બદનામી વોહરી લીધી છે ત્યારે આવતા વર્ષે નિવૃત્તિનો સમય પરિવાર સાથે ગાળવાને બદલે જેલમાં સમય વિતાવવો પડશે દીકરી સમાન ગણાતી ૧૬ વર્ષીય બાળકી પર દાનત બગાડનાર કંડક્ટર ને પોલીસે દબોચી લીધો છે અને પોસ્કો હેઠળ આરોપીની કાર્યવાહીઓ શરુ કરી છે

સલામત સવારી એસટી હમારી એ સૂત્ર હવે સફળ રહ્યું નથી એસટી નો ગફલતભરી રીતે અન્ય વાહન સાથે અકસ્માતો થઇ રહ્યા છે અને અસલામત બની છે ત્યારે મુસાફરી કરતી મહિલાઓ કે યુવતી અને બાળાઓ પણ સુરક્ષિત નથી જે નવસારી ની બાળા અડપલાં કેશ પરથી લાગી રહ્યું છે. ભરચક વિસ્તારમાંથી પસાર થતી બસમાં એસટી કર્મી આવું કૃત્ય કરે તો સુમસામ વિસ્તારો માંથી પસાર થતી બસોમાં બેસેલ મુસાફરો શું સલામત ગણાય ખરા ?

Next Story