Connect Gujarat
ગુજરાત

નવસારી : જાણો...બીલીમોરા પાલિકામાં એવું તો શું થયું કે, વિકાસના કામો પર લાગી છે બ્રેક

નવસારી : જાણો...બીલીમોરા પાલિકામાં એવું તો શું થયું કે, વિકાસના કામો પર લાગી છે બ્રેક
X

રાજ્ય સરકારના ઉદારવલણ તેમજ કાર્યક્ષમતાના અભાવના કારણે નવસારીના બીલીમોરાના રહીશો તરણકુંડ વગરના રહી ગયા છે. પરંતુ શાસકોની કાર્યક્ષમતા વામણી પુરવાર થયાના દર્શન બીલીમોરા પાલિકાએ નગરજનોને કરાવ્યા છે.

નવસારી જિલ્લાની બીલીમોરા પાલિકાને રાજ્ય સરકાર તરફથી વર્ષ ૨૦૧૪-૧૫માં તરણકુંડ માટે રૂ. ૪ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. જેનું મુખ્ય કારણ શહેરીજનોનું આરોગ્ય સ્વસ્થ્યપ્રદ રહે અને તરવાનો આનંદ લૂંટી શકે, પરંતુ પાલિકાના ભજપના સત્તાધીશોની અંદરો-અંદરની લડાઈમાં શહેરીજનોને તરણકુંડની ભેટ પાલિકા આપી શકી નથી. ભાજપના શાસકોને ચૂંટી લાવેલ પ્રજા શાસકો સામે વિનંતીઓ કરી રહી છે, જયારે વિપક્ષો લડી લેવાના મૂડમાં દેખાયા છે.

છેલ્લા ૧૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનુ શાશન હોવાને લઈને બીલીમોરા પાલિકામાં શહેરીજનોની અપેક્ષાઓ સાશકો પુરી કરી શક્યા નથી. પરંતુ આ બાબતે પાલિકાના જવાબદાર હોદ્દેદારો પોતાના બચાવો કરી રહ્યું છે. બહુચર્ચિત અને વિવાદોમાં ધેરાયેલી બીલીમોરા પાલિકામાં જૂથબંધીના કારણે ભાજપના બે ફાડચાંઓ થયા છે. જેના કારણે વિકાસના કામો ખોરંભે પડયા છે. તો બીજી તરફ પાલિકા પ્રમુખ અંતરાષ્ટ્રી કક્ષાનું સ્વિંગપુલ અને કોમ્પ્લેક્ષ બનાવવાનની વાતો કરે છે.

Next Story