Connect Gujarat
Featured

નવસારી: ભાજપ સામે બળવો કરનાર કાર્યકરો પર પક્ષની તવાઈ, જુઓ શું પગલા લેવાયા

નવસારી: ભાજપ સામે બળવો કરનાર કાર્યકરો પર પક્ષની તવાઈ, જુઓ શું પગલા લેવાયા
X

સત્તાની ભૂખ એટલી હદ સુધી નીચે ઉતરી જતી હોય છે જે પક્ષ ટીકીટના આપે તો અપક્ષનો સહારો લેવામાં સત્તાલાલચુઓ અચકાતા નથી આવા પલટો ખાનારાઓને નવસારી જિલ્લા ભાજપાએ સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ ફાળવણી ન થતા એવા નવ કાર્યકરો ભાજપા સામે બાયો ચઢાવીને અપક્ષ ઉમેદવારી કરી છે જેમાં નવસારી શહેરના માજી નગર સેવક ભુપત દુધાત અને નવા સીમાંકનમાં આવેલ કબીલપોર ગામના માજી સરપંચ જેઓએ પણ પાલિકામાં ટીકીટ માંગી હતી પણ પાર્ટીએ અન્ય નામો જાહેર કરતા અપક્ષ ઉમેદવારી કરતા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે નવસારી શહેર ઉપરાંત ગણદેવી શહેરના છ કાર્યકરો અને ચીખલીના એક કાર્યકરને બેવફાઈ નો દંડ મળ્યો છે કુલ 9 લોકોને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરતા બળવો કરતા કાર્યકરો માં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

Next Story