નવસારીઃ ગણદેવી પાલિકામાં ભાજપે સત્તા જાણવી રાખી, પ્રમુખ-ઉપપ્રમુખ નિમાયા

New Update
નવસારીઃ ગણદેવી પાલિકામાં ભાજપે સત્તા જાણવી રાખી, પ્રમુખ-ઉપપ્રમુખ નિમાયા

હાલમાં નગર પાલિકામાં કુલ 24 સભ્યો પૈકી ભાજપ પાસે 16 ચૂંટાયેલા સભ્યો છે.

નવસારીનાં ગણદેવી નગર પાલિકાની આગામી અઢી વર્ષની ટર્મ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપે પોતાની સત્તા જાણવી રાખી છે. આ તબક્કે પ્રમુખ - ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિતનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

નવસારી જિલ્લાનાં ગણદેવી નગરપાલિકામાં આગામી અઢિ વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે રમણભાઈ ઉર્ફે સોમભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે નિલેશભાઈ ગોઝલે અને કારોબારી અધ્યક્ષ તરીકે ગોપાળભાઈ ગોહિલની પસંદગી કરવામાં આવી છે. શાશક પક્ષના નેતા તરીકે હેમલતાબેન આર પટેલની નિમણૂંક કરવામાં આવી છે. હાલમાં પાલિકાનાં ચૂંટાયેલા કુલ ૨૪ સભ્યો છે. જેમાં ભાજપના સભ્યો - ૧૬ અને કોંગ્રસના ૮ સભ્યોનો સમાવેશ થાય છે. આ પાલિકામાં ભારતીય જનતાપાર્ટીએ ફરીથી પોતાની સત્તા જાળવી રાખી છે.