Connect Gujarat
ગુજરાત

નવસારી : પોલીસ વાહનચાલકોને દંડવાને બદલે આપી રહી છે હેલમેટ

નવસારી : પોલીસ વાહનચાલકોને દંડવાને બદલે આપી રહી છે હેલમેટ
X

રાજયમાં નવા ટ્રાફિકના નિયમો અમલી બની ગયાં હોવા છતાં

હજી વાહનચાલકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહયો છે. દ્રીચક્રી વાહન ચલાવતી વેળા

હેલમેટ હોવો જરૂરી છે ત્યારે નવસારી પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે.

દેશમાં અકસ્માતના બનાવો અટકાવવા ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યાં છે. ખાસ કરીને દ્રીચક્રી વાહનોના ચાલકો માટે હેલમેટ પહેરવો ફરજિયાત બનાવી દેવાયો છે. નવા નિયમોની અમલવારી શરૂ થઇ ચુકી હોવા છતાં વાહનચાલકો હજી સલામતી અને સુરક્ષા પરત્વે બેદરકાર જોવા મળી રહયાં છે. હેલમેટ નહિ પહેરનારા વાહન ચાલકો સામે નવસારી પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. હેલ્મેટ નહિ પહેરેલા હોય તેવા વાહનચાલકો પાસેથી દંડની રકમ વસુલવાના બદલે તેમની પાસેથી 500 રૂપિયા લઇને હેલમેટ આપવામાં આવી રહયાં છે. પોલીસના નવતર અભિગમ કેટલો સફળ રહે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે.

Next Story