નેત્રંગઃ પઠાર ગામે શેરડીનો ઊભો પાક અજાણ્યા શખ્સોએ સળગાવી દેતાં બળીને ખાક

New Update
નેત્રંગઃ પઠાર ગામે શેરડીનો ઊભો પાક અજાણ્યા શખ્સોએ સળગાવી દેતાં બળીને ખાક

છ એકર જમીનમાં શેરડીના પાકના વાવેતરમાંથી બે એકર શેરડીનો પાક બળી જતાં ખેડુતને આથિૅક નુકસાન

નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલા પઠાર ગામના ખેડુતનાં ખેતરમાં શેરડીનો ઊભો પાક કોઈ અજાણ્યા શખ્સોએ સળગાવી દીધો હતો. ખેતરમાં આગ લગાવી અજાણ્યા ઇસમો ફરાર થઈ જતાં ખેડૂતો નેત્રંગ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ખેડૂતની ફરિયાદનાં આધારે આગળની કાર્યવાહી હાથધરી ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ પઠાર ગામના ખેડુત વિક્રમસિંહ રવિન્દ્રસિંહ દેશમુખ ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. જેમાં પઠાર ગામની સીમમાં આવેલ છ એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર કર્યું હતું. જેમાં બે-ત્રણ દિવસ રાત્રીના ૮ વાગ્યાની આસપાસ અંધકારનો લાભ ઉઠાવી અજાણ્યા ઇસમોએ શેરડીનો ઉભો પાક સળગાવી ફરાર થઈ ગયા હતા.

ખેતરમાં શેરડીના પાકમાં આગ લાગ્યાનું માલુમ પડતાં જ તાત્કાલિક ધોરણે ખેતરમાં આગ બુઝાવવા માટે ઘટનાનો ભોગ બનનાર અને આજુબાજુ વિસ્તારના ખેડુતો ઘટનાસ્થળ ઉપર પહોંચી પ્રયાસ કયૉ હતા. પરંતુ આગની લપેટમાં બે એકર જેટલો શેરડીનો ઉભો પાક બળી જવા પામ્યો હતો. જ્યારે શેરડીનો પાક બળી જતાં ખેડુતને આથિૅક નુકસાન પહોંચ્યું હતું.

બીજી બાજુએ ઘટનાનો ભોગ બનનાર પઠાર ગામના ખેડુતના ખેતરમાંથી મોટરના વાયર કાપી અને ચોરી થયાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.તેવા સંજોગોમાં ખેડુતેે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી,જ્યારે પોલીસતંત્રએ ઘટનાની ગંભીરતા જાણી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories