Connect Gujarat
Featured

ગુજરાતમાં નકલી રેમડેસીવીરનું નેટવર્ક ; સુરતમાં નકલી રેમડેસિવિરની ફેક્ટરી પકડાઈ

ગુજરાતમાં નકલી રેમડેસીવીરનું નેટવર્ક ; સુરતમાં નકલી રેમડેસિવિરની ફેક્ટરી પકડાઈ
X

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થઇ છે ત્યારે આવી પરિસ્થિતિનો લાભ લેવા કેટલાક તત્વો ઈન્જેકશન બનાવવાની આખી ફેકટરી ઉભી કરી દીધાનો પર્દાફાશ થયો છે. આ નકલી ગ્લૂકોઝ, પાણી અને મીઠું નાખી કાચની બોટલમાં ભરી ઈન્જેકશન બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં રેમડેસિવિરનું એક આખું મોટું નેટવર્ક ઊભું થઈ ગયું છે ત્યારે પોલીસે અત્યાર સુધીમાં 23 ગુનામાં 57 લોકોની ધરપકડ કરી છે. ડીજીપી આશિષ ભાટિયાના જણાવ્યા અનુસાર મોરબીમાં 41 ઈંજેક્શન અને 2 લાખની રોકડ સાથે 3ની ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ જુહાપુરામાં 1117 ઈંજેક્શન મળી આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ અને વડોદરામાં નકલી રેમદેસિવિરના કેસ સામે આવ્યા તે લાઈન પર મોરબીમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. રાહુલ લુવાણા તેના વે સાગરિતો સાથે રેમડેસિવિર વેચી રહ્યાની માહિતી મળી હતી. તેમની પાસેથી 40 નગ ઈન્જેકશન અને 2 લાખ કેસ મળી આવ્યા હતા. મોરબીના આ માણસોની પૂછપરછ કરતા અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરામાં દરોડા પડતા મહમદ અસીમ ઉર્ફે આસિફ અને રમીઝ કાદરી પાસેથી 1117 ઈન્જેકશન મળ્યા અને પૂછપરછ કરતા બોગસ ઈન્જેકશન હોવાનો પર્દાફાશ થયો હતો.

મોરબીના બોગસ રેમડેસિવિરનો રેલો સુરતના ઓલપાડ સુધી પહોંચ્યો છે. ઓલપાડના પીંજરત ગામે 400થી વધુ ઈન્જેક્શનના બોક્સ મળી આવ્યા છે. રોયલ વીલા ફાર્મ બંગલોમાં બોક્ષમાં ઇન્જેક્શન મળી આવ્યા છે. અંદાજીત 60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે ઘટના સ્થળેથી 7 આરોપીને ઝડપી પાડ્યા છે. સોલ્ટ, ગ્લુકોઝ, પેરાસિટામોલ મિશ્રણ કરીને નકલી ઇન્જેક્શન બનવાતા હતાં. મોરબીથી 6 અને ઓલપાડથી 7 આરોપીને ઝડપી પાડયા છે. આ આરોપી સુરતના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ મામલે મોરબી, સુરત અને ઓલપાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શરૂઆતમાં ભાવ 2500 આપતા હતા, પછી 3500 અને પછી ભાવ વધારર્યો હતો. 55 હજાર બોટલ અને 30 હજાર સ્ટીકર પકડાયા છે. મુંબઇમાં સ્ટીકર બનાવતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચણે મોરબી પોલીસ નું સંયુક્ત ઓપરેશનમાં આ કૌભાંડ પકડયું છે. આ મામલે હવે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. આવા ગુનાહિત તત્વો સામે પ્રિવેશન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ, પાસા એક્ટઅને IPC 308 માનવ વધ જેમાં 7 વર્ષની સજાની જોગવાઈ, 420અને 405, ભેળસેળ અંગેની 274 અને 275 જેવા ગુના લગાડવામાં આવશે. તેમજ ષડયંત્ર રચી લોકોની મજબૂરી નો લાભ લઇ મોતના સોદાગર જેવા લોકો સામે કડકાઇથી સજા કરાશે.

Next Story