રાજ્યમાં આજે 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા,1526 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 481 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 9 દર્દીના મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9985 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1526 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.36 ટકા છે.જ્યારે રાજ્યમાં આજે કુલ 1526 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં અત્યાર સુધી 7,97,734 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 11657 પર પહોંચ્યો છે. જેમાંથી 296 દર્દી વેન્ટિલેટર પર અને 11361 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.36 ટકા છે.
રાજ્યમાં આજે નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 69, સુરત કોર્પોરેશનમાં 62, વડોદરા કોર્પોરેશનમાં 51, વડોદરામાં 37, રાજકોટ કોર્પોરેશનમાં 24, સુરત 23, જૂનાગઢમાં 20, ગીર સોમનાથ 15, જામનગર કોર્પોરેશન 15, અમરેલી 12, ભરુચમાં 12, આણંદમાં 11, નવસારી 10, મહીસાગરમાં 10, રાજકોટમાં 10, જૂનાગઢ કોર્પોરેશન 9, ખેડામાં 9, પોરબંદરમાં 9, ગાંધીનગર કોર્પોરેશન 8, વલસાડમાં 8, દેવભૂમિ દ્વારકા 7, કચ્છમાં 7, પંચમહાલ 6, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 5, બનાસકાંઠા 4, ગાંધીનગર 4, જામનગર 4, અમદાવાદ 3, નર્મદા 3, ભાવનગર કોર્પોરેશન 2, મોરબી 2, અરવલ્લી 1, ભાવનગર 1, ડાંગ 1 અને સુરેન્દ્રનગર 1 કેસ સાથે કુલ 481 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 9 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન 1, મહીસાગર, નવસારી, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન અને તાપીમાં 1-1 દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં સાજા થવાનો દર 97.36 ટકા છે. અત્યાર સુધીમાં 1,97,35,809 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 2,86,459 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT
પઠાણ ફિલ્મનો વિરોધ કરતાં કચ્છના જાણીતા સંત દેવનાથ બાપુને ધમકી,...
12 Aug 2022 12:29 PM GMTભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા યોજાય તિરંગા...
12 Aug 2022 12:17 PM GMTઅમદાવાદ: બેંક ફ્રોડના ઇતિહાસમાં 7 ભેજાબાજોએ અપનાવી નવા પ્રકારની...
12 Aug 2022 12:01 PM GMTપોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય...
12 Aug 2022 11:35 AM GMTભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની...
12 Aug 2022 11:19 AM GMT