સુરેન્દ્રનગર: સાયલાના નાગડકા ગામે જમીનની તકરારમાં ફાયરીંગ કરી યુવાનની હત્યાથી ચકચાર

New Update

સાયલા તાલુકાના નાગડકા થી બોટાદ તરફ જતાં માર્ગ પર કાર લઈને આવેલાં બે અજાણ્યા ઇસમો સાથે પેરોલ જમ્પમા ફરાર આરોપીએ તમંચા જેવા હથિયારથી ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા જેમાં યુવાનનું મોત નીપજયું હતું

Advertisment

સાયલાના નાગડકાના વતની ૩૬ વર્ષીય ચાપરાજ બોરીચા પોતાની બોલેરો કાર લઈને તા. ૨૬ સપ્ટેમ્બરને રવિવારના સવારે બોટાદ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન નાગડકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પુર ઝડપે આવતી કારમાં બેઠેલા ૩ શખ્સ પૈકી લખ ખાચરે બોલેરો કાર રોકાવી હતી અને ચાપરાજભાઇ ઉપર લખુએ પોતાની પાસે રહેલા તમંચા જેવા હથિયા થી ફાયરીંગ કર્યું હતું જેમાં ચાપરાજને ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજયું હતું આ તરફ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.બનાવની જાણ થતાં જ ધળાજા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જમીન બાબતની તકરારમાં હત્યા થયાનું માનવામાં આવી રહ્યું છે જો કે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

Advertisment