/connect-gujarat/media/media_files/gvx5CLd0YcLMqpyFOphq.png)
આજકાલ કોઈ પણ કામ માટે આપણો આધાર કાર્ડ આપણાં જીવનમાં મહત્વનુ અંગ બની ગયો છે કોઈ પણ કામ માટે જાઓ અને કોઈ એક દસ્તાવેજની પણ કમી હોય તો આપણું કામ થતાં થતાં રહી જાઈ છે. આવો જ એક દસ્તાવેજ છેઆપણોઆધાર કાર્ડ, જે આજના સમયમાં તમારી પાસે હોવું ખૂબ જ જરૂરીબની ગયું છે અનેજેથીકરીનેઆ દસ્તાવેજને અપડેટ રાખવું પણ જરૂરી છે.
આ બધાની વચ્ચે શું તમે તમારું10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કર્યું છે? જો નહીં, તો આજે જકરાવી લેજોકારણ કે તેની છેલ્લી તારીખ ખૂબ જ નજીકમાં છે.જે14મી જૂન2024 છે.
આધાર કાર્ડ કેમ અપડેટ કરવું પડે છે અને તમે ઘરે બેઠા મફતમાં તમારું આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરી શકો છો...
UIDAIએ કહ્યું છે કે જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષ જૂના છે તેમને અપડેટ કરાવવા પડશે. UIDAI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા, તમે આ કામ 14 જૂન, 2024 સુધી મફતમાં કરાવી શકો છો.
- સૌ પ્રથમUIDAI ની સત્તાવાર વેબસાઇટuidai.gov.in/enપર જવું પડશે. વેબસાઇટ પર ગયા પછી, તમારે'અપડેટ આધાર'નો વિકલ્પ પસંદ કરવો પડશે.
- બીજા સ્ટેપમાંતમારે તમારો12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્તOTPની મદદથી લોગિન કરવું પડશે. હવે તમારે ડોક્યુમેન્ટ અપડેટ ઓપ્શન પર ક્લિક કરીને તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફાઈ કરાવવા પડશે. આ પછી, તમારે નીચેના ડ્રોપ લિસ્ટમાં જઈને ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપડેટ કરવી પડશે.
- ત્રીજા સ્ટેપમાંતમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમે જોશો કે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમને એક રિક્વેસ્ટ નંબર મળશે, જે તમારે સુરક્ષિત રાખવાનો છે. પછી થોડા દિવસોમાં તમારું આધાર અપડેટ થઈ જાય છે.