પંચમહાલ: સરકારની નવી વ્યવસ્થા સામે અરજદારો હેરાન પરેશાન

New Update
પંચમહાલ: સરકારની નવી વ્યવસ્થા સામે અરજદારો હેરાન પરેશાન

લર્નિંગ લાયસન્સ માટે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી નવી વ્યવસ્થા સામે અનેક

ધાંધિયા તો ચાલુ જ રહયા તેને કારણે આજુબાજુના ગામડાઓમાંથી આવતી પ્રજામાં રોષ જોવા

મળ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા હાલમાં લર્નિંગ લાયસન્સ મેળવવા માટે નવી વ્યવસ્થાના ભાગ

રૂપે સૌ પ્રથમ તાલુકા મથકે આવેલી આઈ.ટી.આઈ. અને ત્યાં બાદ પોલિટેક્નિક કોલેજ ખાતે

વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ કેટલીક સમસ્યાઓને કારણે અરજદારોને હાલમાં આર.ટી.ઓ.

કચેરીના ચક્કર કાપવા પડે છે. જ્યારે બીજી તરફ આર.ટી.ઓ. કચેરીમાં લર્નિંગ લાયસન્સની

કામગીરી માત્ર જુની એપોઈન્ટમેન્ટ ધરાવતા અરજદારો માટે જ થઈ રહી છે. તેને લઈ

અરજદારોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

publive-image

લર્નિંગ લાયસન્સની નવી કામગીરી હાલમાં આર.ટી.ઓ. કચેરીમાં સદંતર બંધ કરી

દેવામાં આવી છે. પરંતુ સર્વરની સમસ્યા યથાવત જ છે.  લર્નિંગ લાયસન્સ

માટે એપોઈન્ટમેન્ટ લઈને આવેલા કેટલાક અરજદારોના લાયસન્સ માટેની ફી પેટેના નાણાં

ઓનલાઈન  પેમેન્ટ તેમનાં ખાતાંમાંથી કપાયા બાદ કચેરીમાં જમા ન થતાં

હોવાની ફરિયાદો પણ વધી રહી છે. જેના કારણે એપોઈન્ટમેન્ટ લીધી હોવા છતાં આઈ.ટી.આઈ

કચેરી કે પોલિટેક્નિક કોલેજ ખાતે  કમ્પ્યૂટર ટેસ્ટ

માટેનો ઓપશન ખૂલતો નથી.તેને લઈ અરજદારો પરેશાન થઈ રહયાં છે.

તાજેતરમાં જ આઈ.ટી.આઈ. ( ITI ) કચેરી ખાતે આ કામગીરી શરૂ થઈ હોવાથી નાની મોટી સમસ્યાઓ માટે અરજદારોને

આર.ટી.ઓ. કચેરી જવાનું કહેવામાં આવે છે.પરંતુ ત્યાં પણ સર્વર ડાઉન હોવાને લીધે

સમસ્યા એની એ જ રહે છે. એટલું જ નહીં આર.ટી.ઓ. કચેરીએ આ કામગીરી બંધ કરી દીધી

હોવાના કારણે અરજદારને ધરમ ધક્કો જ પડતો હોય છે.તેમજ હાલમાં ઓનલાઈન સોફ્ટવેર

પ્રોબ્લેમને કારણે એપોઈન્ટમેન્ટમાં પાછળની તારીખના અરજદારોની લર્નિંગ લાયસન્સ

માટેની પરીક્ષાઓ પણ નહીં લેવાતા અરજદારોમાં રોષ ઉભો થવા પામ્યો છે.