Connect Gujarat
Featured

પંચમહાલ : ધ્વનિ પ્રદૂષણ કરનારા બુલેટબાબુઓ સામે પોલીસની લાલ આંખ, જુઓ કેવી કરાઇ કાર્યવાહી..!

પંચમહાલ : ધ્વનિ પ્રદૂષણ કરનારા બુલેટબાબુઓ સામે પોલીસની લાલ આંખ, જુઓ કેવી કરાઇ કાર્યવાહી..!
X

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં જાહેર સ્થળો પર ધ્વનિ પ્રદૂષણ કરનારા બુલેટ લઈને આંટાફેરા મારતા બૂલેટબાબુઓ પર પોલીસે લાલ આંખ કરી છે. જોકે ગોધરા શહેરના જાગૃત નાગરિકોની રજૂઆતના પગલે સરકારના કાયદાનું કડક અમલ કરતા પોલીસે 21 જેટલી બુલેટ બાઈક જપ્ત કરીને મેમો આપવાની કાર્યવાહીના પગલે ગોધરાના કહેવાતા બુલેટબાબુઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કંપનીના સાયલન્સર કાઢીને તેની સામે વધુ પડતાં અવનવા અવાજોવાળા સાયલેન્સર બદલી કાઢવામાં આવે છે. જેમાં મોટા અવાજવાળા બૂલેટ ફેરવીને અનેક લોકો ભારે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હતા. વધુમાં તેના કારણે આમ નાગરિકો પણ તેનો ભોગ બનતા હતા. ગોધરા શહેરમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા આવા અવાજ કરનારા બૂલેટબાબુઓ સામે પગલા લેવામાં આવે તેવી રજૂઆત રાજય વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને કરી હતી. જે બાદ વાહન વ્યવહાર મંત્રીએ તાજેતરમાં જ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ બાઈકરો સામે કાર્યવાહી કરવા લેખિતમાં ભલામણ કરી હતી.

સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા માત્ર ગોધરા જ નહિં સમગ્ર રાજ્યમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય તેવા બુલેટ બાઈક સામે કાર્યવાહી કરવાની પોલીસ વિભાગને સૂચના આપી છે. સરકારના આદેશ બાદ ગોધરા શહેર ટ્રાફીક પોલીસ ટીમ એક્શનમાં આવી ગઈ છે. હાલ તો પોલીસ દ્વારા 21 જેટલા બુલેટ બાઈક ડિટેઇન કરી મેમો આપવામાં આવ્યા છે, ત્યારે આગામી સમયમાં જિલ્લા પોલીસ દ્વારા આવા બુલેટબાબુઓ સામે કાર્યવાહી યથાવત રાખવામાં આવનાર હોવાના પગલે ગોધરા શહેર અને જિલ્લાના બુલેટબાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Next Story