પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

New Update
પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના તાલે માનવ મહેરામણ હિલોળે ચઢયું હતું...

ગુજરાતની ભાજપ સરકાર કોરોનાના સંક્રમણને રોકવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનું રાજયનો દરેક સામાન્ય નાગરિક માની રહયો છે. હાઇકોર્ટની ફટકાર બાદ રાજય સરકારે લગ્નપ્રસંગોમાં 50થી વધારે માણસો ભેગા કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે પણ આ નિયમ માત્ર સામાન્ય નાગરિકોને લાગુ પડતો હોય તેમ લાગી રહયું છે. સત્તાના મદમાં છકી ગયેલાં ભાજપના નેતાઓ તેમની જ પાર્ટીની સરકારની ઇજજતના ધજાગરા ઉડાવી રહયાં છે. આપ જે વિડીયો જોઇ રહયાં છો તે ઘોઘંબા તાલુકાના જોઝ ગામનો છે. લગ્ન પ્રસંગમાં માત્ર 50 માણસો હોવા જોઇએ તેના બદલે માનવ મહેરામણ ડીજેના તાલે હિલોળે ચઢયું છે. આ વિડીયો ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન છેલાભાઇ રાઠવાના પુત્રના લગ્નનો છે. ગોતરડાની રસમમાં ભાજપના આ નેતા મહાશયે કોરોનાની ગાઇડલાઇનને નેવે મુકી દીધી હતી. ડીજેનું આયોજન કરવામાં આવતાં માનવ મેદની ઉમટી પડી હતી પછી તો શું ન તો કોઇએ માસ્ક પહેર્યા હતાં કે ન જળવાયું સોશિયલ ડીસટન્સ... ભાજપના નેતાનો વિડીયો વાયરલ થયાં બાદ રાજયના સામાન્ય નાગરિકોમાં રોષ ફેલાયો છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી કોરોના કાળમાં પણ અસંવેદના બતાવી હજારોની મેદની એકત્ર કરનારા તેમની જ પાર્ટીના નેતા સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

શ્રાવણી પૂનમ નિમિત્તે સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજીને અદભૂત શણગાર કરાયો

પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત નાળિયેરી પૂનમ- રક્ષાબંધન પર્વ અને શનિવાર નિમિત્તે સિંહાસને નારિયેળીના પાન  અને દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી

New Update
WhatsApp Image 2025-

પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત નાળિયેરી પૂનમ- રક્ષાબંધન પર્વ અને શનિવાર નિમિત્તે સિંહાસને નારિયેળીના પાન  અને દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા વાઘા હનુમાજીને પહેરાવ્યા નો શણગાર, હજારો ભક્તેએ કર્યા દર્શન

શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર નાળિયેરી પૂનમ -રક્ષાબંધન પર્વ  નિમિત્તે  તારીખ:09-08-2025 શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે. સિંહાસનની ઉપરર કમળ આકારની ડિઝાઈન છે. બાજુમાં બે બતકની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા વાઘા હનુમાજીને પહેરાવ્યા છે. બહેનોએ મોકલેલા પત્ર પણ દાદા સમક્ષ મૂક્યા છે.  એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારીસ્વામી સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી  દ્વારા  કરવામાં આવી હતી. બપોરે 11:15 કલાકે છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો.
આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યુ કે, આજે શ્રાવણ સુદ પૂર્ણિમા, શનિવાર અને પવિત્ર રક્ષાબંધનના પર્વના સંયોગે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે. સિંહાસનની ઉપરર કમળ આકારની ડિઝાઈન છે. બાજુમાં બે બતકની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા વાઘા હનુમાજીને પહેરાવ્યા છે. બહેનોએ મોકલેલા પત્ર પણ દાદા સમક્ષ મૂક્યા છે. આજે 108 મંત્રથી દાદાનું શ્રીફળથી પૂજન થશે. આ સાથે દાદાની ષોડપશોચાર પૂજા કરવામાં આવશે.

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે ષોડશોચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 06:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 06:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.25-07-2025 થી તા.28-08-2025 સુધી  શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ- ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી -રાજોપચાર પૂજન અને  મહા સંધ્યા આરતી - શ્રી કૃષ્ણ જન્મોત્સવ -દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.16 ઓગસ્ટ 2025ના રોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે  શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય સત્સંગ કથાનું  આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય દરરોજ સાંજે 4 થી 6:30 કલાકનો છે