Connect Gujarat
Featured

દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરો આવ્યાં કોરોના પોઝિટિવ

દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરો આવ્યાં કોરોના પોઝિટિવ
X

હાલ કોરોનાની મહામારી વચ્ચે જન જીવન અસ્ત વ્યસ્ત થતા ટ્રેન સર્વિસ ઘણી ખરાબ રીતે પ્રભાવીત જોવા મળી છે. માટે ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલા ચેતજો,દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસ માં 20 મુસાફરોમાં કોરોના ટેસ્ટ પોઝિટિવ જોવા મળ્યો છે. તેમાંથી પ્રવાસીઓના તપાસ દરમિયાન પહેલા કોરોનાના કોઇ લક્ષણ મળ્યાં નહોતા. ટ્રેનમાં સવાર 18 પ્રવાસીઓ એસિમ્ટોમેટિક હતા.

કુલ 20 પ્રવાસીઓમાં 2ની ઉંમર 70 વર્ષથી વધારે છે. જો કે દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસનો આ મામલો સામે આવ્યાં બાદ આ પ્રવાસીઓને કોરોન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યાં છે. હાલમાં તેઓના સંપર્કમાં કોણ-કોણ આવ્યું હતું તેને લઇને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં બસ ડેપો અને રેલવે સ્ટેશન પર તંત્ર દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાકાળમાં ટ્રેન સર્વિસ ઘણી ખરાબ રીતે પ્રભાવીત જોવા મળી છે. રેલવે હાલમાં માત્ર સ્પેશિયલ ટ્રેન જ ચલાવી રહ્યું છે. જેમાં ટિકિટ ઘણા વેઇટિંગ પછી મળી રહી છે. હાલમાં 230 ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ છે. રાજધાની રૂટ પર 12 જોડી ટ્રેન ચાલી રહી છે.

Next Story