Connect Gujarat
દુનિયા

સંસદમાં નાગરિકતા સુધારા બિલ પસાર થતાં બોલ્યા પીએમ મોદી, 'ભારત માટે ઐતિહાસિક દિવસ'

સંસદમાં નાગરિકતા સુધારા બિલ પસાર થતાં બોલ્યા પીએમ મોદી, ભારત માટે ઐતિહાસિક દિવસ
X

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં નાગરિકતા સુધારણા બિલ પસાર થવાને આવકાર્યું હતું અને તેને ભારતના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'આ ભારત અને આપણા દેશની કરુણા અને ભાઈચારાની ભાવના માટે ઐતિહાસિક દિવસ છે. હું ખુશ છું કે રાજ્યસભામાં CAB2019 પસાર થઈ ગયું છે. બિલની તરફેણમાં મત આપનારા તમામ સાંસદોનો આભાર. આ બિલ ઘણાં વર્ષોથી ચાલતા ત્રાસથી ઘણા લોકોને રાહત આપશે.

ભાજપ સરકારે બુધવારે વિવાદિત

નાગરિકતા સુધારણા બિલની સંસદીય મંજૂરી મેળવવામાં સફળતા મેળવી છે. જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનને

કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી

સમુદાયોના લોકો માટે ભારતીય નાગરિકત્વ આપવાની

જોગવાઇઓ છે.

આ પહેલા બુધવારે

સંસદે નાગરિકતા સુધારા બિલને મંજૂરી આપી હતી. રાજ્યસભાએ બુધવારે આ વિધેયકની

વિસ્તૃત ચર્ચા કર્યા બાદ પસાર કર્યું હતું. ગૃહએ બિલને પસંદગી સમિતિને મોકલવાની

વિપક્ષની દરખાસ્ત અને સુધારાને નકારી કાઢ્યા હતા. બિલની તરફેણમાં 125 મત પડ્યા હતા જ્યારે 105 સભ્યોએ તેની વિરુદ્ધ

મતદાન કર્યું હતું. આ પહેલા લોકસભા

આ ખરડો પસાર કરી ચૂકી છે.

ભાજપે ખુશી વ્યક્ત કરી હતી

સંસદમાં નાગરિકતા સુધારા બિલ પસાર થવા પર ભાજપે ખુશી વ્યક્ત કરી હતી અને પક્ષના ટોચના નેતાઓએ સૂચિત કાયદાને ઐતિહાસિક' ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે આનાથી લાખો વંચિત અને પીડિત લોકોના સપના પૂર્ણ થયા છે. રાજ્યસભામાં બિલ પસાર થયા બાદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, આ અસરગ્રસ્ત લોકો માટે ગૌરવ અને સલામતી સુનિશ્ચિત કરવાના તેમના સંકલ્પ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. હું દરેકનો તેમના સમર્થન બદલ આભાર માનું છું. "તેમણે કહ્યું," સંસદમાં નાગરિકતા સુધારણા બિલ 2019 પસાર થતાં, લાખો વંચિત અને પીડિત લોકોના સપના આજે સાકાર થયા છે. "

https://twitter.com/AmitShah/status/1204788895256211456?s=20

ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડાએ બુધવારે કહ્યું હતું કે, ધાર્મિક આધારો પર સતાવણી સહન કરતા પડોશી દેશોના લઘુમતીઓને આ કાયદાથી ન્યાય મળ્યો છે. નડ્ડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માનીને કહ્યું કે, "આ સંશોધન બિલમાં ધાર્મિક જુલમનો સામનો કરી રહેલા લઘુમતીઓને (પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી) ભારતમાં આદરણીય જીવન જીવવાની તક મળશે."નડ્ડાએ ટ્વિટ કરી કહ્યું, "લાંબા સમયથી અન્યાયનો સામનો કરી રહેલા આ વિસ્થાપિત લઘુમતી સમુદાયોને આજે મોદી સરકારના પ્રયત્નોથી ન્યાય મળ્યો."

https://twitter.com/JPNadda/status/1204785692678774784?s=20

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના

પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ કહ્યું કે, આ બિલ પસાર થવાથી વંચિતોને

મજબૂતી મળશે. અન્ય મંત્રી અશ્વિનીકુમાર ચૌબેએ કહ્યું કે, આનાથી

દાયકાઓ સુધી ભારતમાં શરણાર્થીઓની જેમ રહેતા લોકોને મોટી રાહત મળશે.

Next Story