Connect Gujarat
Featured

PM મોદી આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિ પૂજન કરશે

PM મોદી આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ભૂમિ પૂજન કરશે
X

ગાંધીનગરના મહત્વકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાશે. ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહેશે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજો તબક્કાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં મોટેરાથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડશે.

હાલ અમદાવાદ ખાતે પ્રથમ તબક્કો વસ્ત્રાલથી મોટેરા સુધીનો પૂર્ણતાને આરે જોવા મળી રહ્યો છે. બીજા તબક્કો અંદાજે 5553 કરોડનો ખર્ચે તૈયાર કરવામાં આવશે. બીજા તબક્કામાં 22.8 કિમીનો રુટ તૈયાર કરાશે. જેમાં 20 જેટલા એલિવેટડ સ્ટેશનો તૈયાર કરવામાં આવશે.

આજે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાતમુહૂર્ત કરશે. આમ સુરતવાસીઓ જેની ઘણા વર્ષોથી આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા તે સપનું હવે સાકાર થવા જઇ રહ્યું છે. PM નરેન્દ્ર મોદી દિલ્હીથી ડિજીટલ માધ્યમથી ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે. સુરત ખાતે 12 હજાર કરોડના ખર્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ કરાશે. જેમાં 21 કિમીનો રુટ તૈયાર કરવામાં આવશે.

સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અંગેની જાણકારી

  • સરથાણાથી ડ્રિમ સિટી 21. કિ.મીનો મેટ્રો ટ્રેન રૂટ તૈયાર કરાશે
  • 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ કરાશે
  • ખજોડના ડાયમંડ બુર્સથી ફેઝ-1નું કામ શરૂ થશે
  • ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિમી કામ કરાશે
  • રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિમીનું કામ શરૂ કરાશે
  • 2023 સુધીમાં ફેઝ-1નું કામ પૂર્ણ કરાશે
  • દરેક રૂટ પર 4 મેટ્રો ટ્રેન દોડશે
  • દરેક ટ્રેન 3-3 કોચની હશે
  • ટ્રેનની એવરેજ સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની હશે
  • વધુમાં વધુ 90 કિમી પ્રતિ કલાકની સ્પીડ રહેશે
  • એક કોચમાં 136 સીટ હશે, મુસાફરોની કુલ ક્ષમતા 764ની રહેશે
  • ઓછામાં ઓછું ભાડુ 10 રૂપિયા રહેશે

Next Story