Connect Gujarat
Featured

કોરોના સંકટ વચ્ચે પીએમ મોદીની ખેડુતોને ભેટ, એક લાખ કરોડની યોજનાની જાહેરાત

કોરોના સંકટ વચ્ચે પીએમ મોદીની ખેડુતોને ભેટ, એક લાખ કરોડની યોજનાની જાહેરાત
X

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ નાણાકીય સુવિધાઓની જાહેરાત કરી હતી. વડા પ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ-કિસાન યોજનાની વિવિધ સુવિધાઓની જાહેરાત કરી હતી.

આ અગાઉ વડા પ્રધા મોદીએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, તમામ દેશવાસીઓને અને ખાસ કરીને ખેડૂત ભાઇઓ અને બહેનોને બલારામ જયંતિની, હલછઠ અને દાઉના જન્મદિવસની શુભકામનાઓ. આ વિશેષ દિવસે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ એક લાખ કરોડ રૂપિયાની નાણાંકીય સુવિધાઓની જાહેરાત કરીશ.

યોજનાના લોકાર્પણ પર વડા પ્રધાને કહ્યું કે, આ યોજના ગામના ખેડુતોના જૂથો, ખેડૂત સમિતિઓ, એફપીઓસને વેરહાઉસ બનાવવા, કોલ્ડ સ્ટોરેજ બનાવવા, ફૂડ પ્રોસેસિંગ સંબંધિત ઉદ્યોગો સ્થાપવામાં 1 લાખ કરોડ રૂપિયાની મદદ કરશે. પ્રથમ ઇ-નામ દ્વારા, એક મોટી તકનીકી આધારિત સિસ્ટમ બનાવવામાં આવી હતી. હવે, કાયદો બનાવીને ખેડૂતને બજાર અને બજાર વેરામાંથી મુક્ત કરવામાં આવ્યો.

વડા પ્રધાને કહ્યું, હવે ખેડૂત પાસે ઘણા વિકલ્પો છે. જો તે તેના ખેતરમાં જ તેના ઉત્પાદનનો સોદો કરવા માંગે છે, તો તે કરી શકે છે. અથવા, સીધા વેરહાઉસથી, ખેડૂત ઇ-એનએએમ સાથે સંકળાયેલા વેપારીઓ અને સંસ્થાઓને જે પણ વધારે કિંમત ચૂકવે છે તેની સાથે સીધો વ્યવહાર કરી શકે છે. આ કાયદાનો ઉપયોગથી વધુ દુરૂપયોગ થયો. આના થી દેશના વેપારીઓ, રોકાણકારોને ડરાવવાનું કામ થયું છે. હવે આ ડર તંત્ર માંથી પણ કૃષિ સંબંધિત વેપારને મુક્તિ આપી દેવાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, હવે અમે એ પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ગામના કૃષિ ઉદ્યોગોમાંથી અન્ન આધારિત ઉત્પાદનો શહેરમાં જશે અને અન્ય ઔદ્યોગિક ચીજો શહેરોમાંથી ગામમાં પહોંચશે. આ આત્મનિર્ભર ભારત અભિયાનનો સંકલ્પ છે, જેના માટે આપણે કામ કરવું પડશે. 2 દિવસ પહેલા, દેશના નાના ખેડુતોને જોડતી એક ખૂબ મોટી યોજના શરૂ કરવામાં આવી છે. જેનો આગામી સમયમાં આખા દેશ માટે મોટો ફાયદો થવાનો છે. દેશની પહેલી 'કિસાન રેલ' મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચે શરૂ થઈ ચૂકી છે.

Next Story