Connect Gujarat
સમાચાર

કોરોના મેનેજમેન્ટ અંગે PM નરેન્દ્ર મોદીએ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજી વીડિયો કોન્ફ્રરન્સ

કોરોના મેનેજમેન્ટ અંગે PM નરેન્દ્ર મોદીએ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજી વીડિયો કોન્ફ્રરન્સ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના મેનેજમેન્ટ અંગે ગુજરાત સહિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફ્રરન્સ યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં કોરોનાની સારવાર અને સંક્રમણ અટકાવવા લીધેલા પગલાં અને આગામી આયોજનો અંગે વિગતો પણ રજૂ કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા દેશમાં કોરોના મેનેજમેન્ટ અંગે ગુજરાત સહિત વિવિધ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે 8 રાજ્યોમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિ, સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારો દ્વારા લઈ રહેલા પગલાં અને આગામી આયોજનની સમીક્ષા કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં કોરોનાની સારવાર, સંક્રમણ અટકાવવા સરકારે લીધેલાં પગલાં અને આગામી આયોજનની વિગતો રજૂ કરી હતી. ગુજરાતમાં RT-PCRની ટેસ્ટ ક્ષમતા ત્રણ ઘણી વધારવામાં આવી છે. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રિય કેબિનેટ સચિવ, ગુજરાતના મુખ્યસચિવ અનિલ મુકિમ, વન વિભાગના ACS રાજીવ ગુપ્તા, મહેસૂલ વિભાગના ACS પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ હરિત શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story