PMનાં હસ્તે દિવ્યાંગ યુવતીને મળી 'ખુશીયોં કી ચાબી', 600 કર્મીઓને ગીફ્ટમાં મળી કાર

New Update
PMનાં હસ્તે દિવ્યાંગ યુવતીને મળી 'ખુશીયોં કી ચાબી', 600 કર્મીઓને ગીફ્ટમાં મળી કાર

સુરતના હરિકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા અત્યારસુધીમાં 1800 કારીગરોને દિવાળી બોનસ પેટે કાર આપવામાં આવી છે.

સુરતની હરિકૃષ્ણ એક્ષપોર્ટ કંપની પ્રતિવર્ષ દિવાળી તહેવારમાં તેમનાં કર્મચારીઓની દિવાળી ગીફ્ટને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. દિવાળી વખતે પોતાના રત્નકલાકારો અને કર્મચારીઓને કાર, ઘર, કેશ પ્રાઇઝ તથા ઘરેણાંનું બોક્સ આપવાની પ્રથા શરૂ કરનાર હરીકૃષ્ણ ડાયમંડ કંપનીએ આજે પોતાના 600 રત્નકલાકારોને કાર બોનસ તરીકે અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં હરેકૃષ્ણ એક્સપોર્ટસની એક દિવ્યાંગ યુવતીને કારની ચાવી આપી અને વિડીયો કોન્ફરન્સથી સુરતનાં કર્મચારીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા.

કંપનીના માલિક સવજી ધોળકિયાના જણાવ્યાનુસાર, સ્કિલ ઈન્ડિયા ઇન્સેન્ટિવમાં કુલ 1600 રત્નકલાકારો સિલેક્ટ થયા છે. જેમાંથી 600ને કાર અને 900ને એફડી તેમના ઇન્સેન્ટિવની રકમ પ્રમાણે આપવામાં આવી છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં કથાકાર મોરારિબાપુ, ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, શ્રી શ્રી રવિશંકર દ્વારા પાઠવવામાં આવેલા વીડિયો સંદેશા ઉપસ્થિત શ્રોતાઓને સંભળાવવામાં આવ્યા હતા.

કારીગરો દ્વારા દર મહિને કરાતાં કામના વધુમાં વધુ 10 ટકા ઇન્સેન્ટિવ ભાગ રાખી તેમાંથી એકત્રિત ફંડ દ્વારા ગાડી અને ઘરની ભેટ અપાતી હોય છે. 5500 કર્મચારીઓને આપવામાં આવેલા બોનસ પૈકી 1875 કર્મચારીઓ અત્યાર સુધી ગાડી મેળવવા એલિજિબલ બન્યા છે.

છેલ્લાં 5 વર્ષથી દિવાળીએ ગાડી અને ઘર સ્વરૂપે બોનસ આપવાની પ્રથા શરૂ કરનાર કંપની હરીકૃષ્ણ ડાયમંડ આ વખતે તેમના 600 રત્નકલાકારો અને કર્મચારીઓને સેલેરિયો અને ક્વિડ ગાડી બોનસ તરીકે આપી હતી. જેના માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ પોતાના પરિવાર સહિત હાજરી આપી હતી.

Latest Stories