Connect Gujarat
Featured

વડાપ્રધાન મોદી આજે નવા સંસદ ભવનનું કરશે ભૂમિપૂજન

વડાપ્રધાન મોદી આજે નવા સંસદ ભવનનું કરશે ભૂમિપૂજન
X

PM મોદી આજે નવા સંસદ ભવનનું શિલાન્યાસ અને ભૂમિ પૂજન કરશે. આ સમારોહમાં વિભિન્ન પાર્ટીઓના નેતા, કેન્દ્રીય મંત્રી અને અનેક દેશોના રાજદૂત સામેલ થશે. ચાર માળના નવા સંસદ ભવનનું નિર્માણ 971 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી 64500 વર્ગ મીટર ક્ષેત્રફળમાં કરવાનો પ્રસ્તાવ છે. આ નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ સુધી પૂરું કરી દેવામાં આવશે.

પ્રત્યેક સંસદ સભ્યને પુનઃ નિર્મિત શ્રમ શક્તિ ભવનમાં કાર્યાલય માટે 40 વર્ગ મીટરની જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનું નિર્માણ 2024 સુધી પૂરું કરવામાં આવશે. લોકસભા સચિવાલય તરફથી જાહેર એક વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનની ડિઝાઇન અમદાવાદના મેસર્સ એચસીપી ડિઝાઇન એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે

Next Story