Connect Gujarat
દુનિયા

વીજેથી અભિનેતા પૂરબ કોહલી સહિત પરિવારને લંડનમાં થયો કોરોના, હાલતમાં સુધારો

વીજેથી અભિનેતા પૂરબ કોહલી સહિત પરિવારને લંડનમાં થયો કોરોના, હાલતમાં સુધારો
X

પૂરબ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરતાં જણાવ્યું કે, તેમને અને તેમના પરિવારે હાલમાં જ કોવિડ-19ને માત આપી છે. તેમણે જણાવ્યું કે, પહેલા દિકરી ઇનાયા અને પત્ની લૂસીમાં લક્ષણ જણાયા હતા. જે બાદ અભિનેતા અને દિકરામાં આ મહામારીના લક્ષણ દેખાયા હતા.

વીજેથી અભિનેતા બનેલા પૂરબ કોહલી, જે હાલમાં લંડનમાં છે. તેમણે જણાવ્યું કે, તેના પરિવારમાં કોવિડ-19ના લક્ષણ જણાયા હતા અને કદાચ તે કોરોનાથી સંક્રમિત થયા હતા, જેમ તેના સામાન્ય ડૉકટરે તેને જણાવ્યું છે. પૂરબે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને પરિવારની હેલ્થ અપડેટ શેર કરી હતી.

https://www.instagram.com/p/B-rQrT4jCUW/?utm_source=ig_embed&utm_campaign=loading

તેમણે લખ્યું હતું કે, 'બધાને નમસ્તે, અમને માત્ર ફ્લુ છે અને અમારા લક્ષણ જોઇને અમારા સામાન્ય ડૉકટરે જણાવ્યું હતું કે, અમે કોવિડ-19નું સંક્રમણ થઇ શકે છે. સામાન્ય ફ્લુ જેવા અને તેની સાથે ઉધરસ અને શ્વાસ લેવામાં મુશ્કેલીનો અનુભવ.'

'રૉક ઑન' ફિલ્મના અભિનેતાએ જણાવ્યું કે, પહેલા તેની દિકરી અને પત્નીમાં આ લક્ષણ જોવા મળ્યા હતા અને બાદમાં પોતાને અને તેના દિકરામાં... અભિનેતાએ લાંબી પોસ્ટમાં આગળ પોતાની બિમારીથી બહાર નીકળવાની વાત કહી હતી. તેમણે કહ્યું કે, 'અમે દિવસમાં 4થી 5 વખત હુંફાળા નમકવાળા પાણીના કોગળા કરીએ છીએ. આદુ, હળદર અને મધનું મિશ્રણ પણ ગળાને આરામ આપે છે.'

અભિનેતાએ પોતાના ફેન્સને અપીલ કરતા કહ્યું કે, 'પ્લીઝ તમે સુરક્ષિત રહો. પ્રાર્થના છે કે, તમારામાંથી કોઇને પણ આ ન થાય. પરંતુ જો તમે આ બિમારીનો સામનો કરી રહ્યા છો તો તમને જણાવું કે, તમારું શરીર આનાથી લડવા માટે મજબુત છે. તમારે ડૉકટર્સની સલાહ લેવી જોઇએ અને પ્લીઝ ઘરમાં જ રહો અને જેટલો થઇ શકે તેટલો આરામ કરો. પૂરબ છેલ્લે વેબ સીરીઝ 'આઉટ ઑફ લવ'માં જોવા મળ્યા હતા.

Next Story