Connect Gujarat
દેશ

આ ક્રિકેટરે 13 વર્ષ પહેલાં 4 સપ્ટેમ્બરે પહેરી હતી ભારતીય ટીમની જર્સી, જાહેર કરી નિવૃતી

આ ક્રિકેટરે 13 વર્ષ પહેલાં 4 સપ્ટેમ્બરે પહેરી હતી ભારતીય ટીમની જર્સી, જાહેર કરી નિવૃતી
X

ઈન્ડિઅન ક્રિકેટર આર પી સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી જાહેર કરી છે

ઈન્ડિઅન ક્રિકેટર આર પી સિંહ જેણે વર્ષ 2007માં T-20 વર્લ્ડકપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે મંગળવારે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 32 વર્ષીય ડાબોડી પ્લેયર સિંહએ ટ્વિટર દ્વારા તેના નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 13 વર્ષ પહેલા 4 સપ્ટેમ્બર, 2005ના રોજ પ્રથમ વખત તેણે ભારતીય ટીમની જર્સી પહેરી હતી.

આરપી સિંહની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી લગભગ છ વર્ષ સુધીની રહી. કુલ રમતના ત્રણેય ફોર્મેટમાં તેણે 82 મેચ રમી હતી અને 100થી વધુ વિકેટ ઝડપી હતી. સિંહે ટ્વિટર પર ભાવુક વિદાય પત્ર પોસ્ટ કરી તેની નિવૃત્તિની જાહેરાત કરી હતી. ટ્વિટમાં તેણે લખ્યું કે 13 વર્ષની પહેલાં આ દિવસ એટલે કે 4 સપ્ટેમ્બર, 2005ના રોજ તેણે પ્રથમ વખત ભારતીય જર્સી પહેરી હતી.

વધુમાં, તેણે પોતાના પરિવાર, બીસીસીઆઈ અને સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનો તેની ટ્વિટમાં આભાર માન્યો હતો. આરપીએ પોતાના પત્રમાં લખ્યું કે "મારો આત્મા અને હ્રદય હજુ પણ તે યુવાન છોકરા સાથે છે, જેણે પાકિસ્તાનના ફૈસલાબાદમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. જે લેધર બોલને પોતાના હાથમાં રાખી ફક્ત રમવા માગતો હતો. જો કે હવે શરીર સમજી રહ્યું છે કે મારી ઉંમર થઇ ગઇ છે અને યુવા ખેલાડીઓ માટે જગ્યા ખાલી કરવાનો સમય આવી ગયો છે.

Next Story