Connect Gujarat
ગુજરાત

રાજકોટ : દારૂના નશામાં યુવાન બન્યો હેવાન, 8 વર્ષની માસુમને પીખીં નાખી

રાજકોટ : દારૂના નશામાં યુવાન બન્યો હેવાન, 8 વર્ષની માસુમને પીખીં નાખી
X

રાજકોટમાં શ્રમજીવી પરિવારની આઠ વર્ષીય બાળકીનું

અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. દારૂના નશામાં

હેવાન બની ગયેલા આરોપીએ બાળકીને પીખી નાખી હોવાની વિગતો સપાટી પર આવી છે.

રાજકોટ પોલીસનાં સકંજામાં રહેલા આરોપીનું નામ છે હરદેવ માંગરોળીયા, તેના પર આરોપ છે 8 વર્ષની બાળકી નું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો. રાજકોટનાં થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવાર ની રાત્રે ઝુંપડપટ્ટી માં રહેતા શ્રમિક પરિવારની 8 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી હરદેવ ફરાર થઇ ગયો હતો. રાજકોટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચી લીધો છેે. આરોપી હરદેવ દારૂનો નશો કરવાની ટેવ વાળો છે અને દારૂનો નશો કર્યા બાદ તેના પર હવસનું ભુત સવાર થતાં તેણે બાળકીને પીખી નાંખી હતી. શુક્રવારની રાત્રીના બાળકી તેના માતા પિતા સાથે સૂતી હતી તેવામાં આરોપી હરદેવ માંગરોળીયા દારૂના નશો કરેલી હાલતમાં આવ્યો હતો અને બાળકીને ઉઠાવીને અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. દુષ્કર્મના આ ગુનામાં રાજકોટ પોલીસની ભારે સરાહના થઇ રહી છે. આરોપીની માહિતી આપનાર માટે જાહેર કરવામાં આવેલી ઇનામની 70 હજાર રૂપિયાની રકમ બાળકીના ઉજજવળ ભવિષ્ય માટે તેના પરિવારને સુપરત કરવામાં આવી છે.

તો બીજી તરફ રાજકોટ બાર એસોસીએશને એક ઠરાવ પસાર કર્યો છે જે અંતર્ગત રાજકોટ બાર એસોસીએશન સાથે સંકળાયેલ એક પણ વકીલ આરોપીનો કેસ નહી લડે. વધુમાં આ પ્રકારના કેસનું ડે ટુ ડે હિયરીંગ કરવામાં આવે તેવી સરકારમાં રજુઆત કરાશે. રાજકોટ કોર્ટ સંકુલની બહાર વકીલો અને એસપીજી ગૃપ દ્વારા દુષ્કર્મ મામલે ઉગ્ર સુત્રોચ્ચાર કરી વી વોન્ટ જસ્ટીસના નારા પણ લગાવવામા આવ્યા હતાં.

Next Story