Connect Gujarat
સમાચાર

રાજકોટ : બિલિયાળા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ બન્ને વાહનો ભસ્મીભૂત, 3 મહિલા જીવતી ભૂંજાઈ

રાજકોટ : બિલિયાળા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ બન્ને વાહનો ભસ્મીભૂત, 3 મહિલા જીવતી ભૂંજાઈ
X

રાજકોટ જિલ્લાના ગોંડલ નેશનલ હાઈવે પર બિલિયાળા પાટિયા નજીક વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ધડાકાભેર ધમાકો થયો હતો. અકસ્માતના પગલે કારમાં સવાર 3 મહિલા જીવતી ભૂંજાઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, શનિવારની વહેલી સવારે ગોંડલ તાલુકાના બિલિયાળા પાટિયા નજીક ગોંડલથી રાજકોટ તરફ જતી કાર હાઇવે પસાર કરી રહી હતી તે દરમ્યાન કપાસ ભરેલા ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રક અને કાર બન્ને સળગી ઉઠ્યા હતા. પરંતુ આગ વધુ પ્રસરતા કારમાં સવાર એક જ પરિવારના સભ્યો પૈકી 62 વર્ષીય રેખાબા ભીખુભા જાડેજા, 80 વર્ષીય રસીકબા કિશોરસિંહ રાયજાદા અને 45 વર્ષીય મુકુંદબા મહેશસિંહ રાયજાદાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જોકે, બિલિયાળા પાટિયા નજીક અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ફાયર ફાઇટરો ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. તો સાથે પોલીસે પણ ટ્રાફિક હળવો કરાવી માર્ગ રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોનું નીપજતાં હાલ તો પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Next Story