Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ધ્રોલના જાવીયા ગામે બ્લેક મેઇલિંગથી કંટાળી વૃધ્ધનો આપઘાત, કોણે કર્યા વૃધ્ધને મજબુર

રાજકોટ : ધ્રોલના જાવીયા ગામે બ્લેક મેઇલિંગથી કંટાળી વૃધ્ધનો આપઘાત, કોણે કર્યા વૃધ્ધને મજબુર
X

ધ્રોલનાં

જાવીયા ગામનાં વૃધ્ધે મૈત્રી કરારમાં સાથે રહેતી ત્યકતા અને મળતિયાઓના બ્લેક

મેઇલિંગથી કંટાળીને આપઘાત કરી લીધો છે. વૃધ્ધની ત્યકતા સાથેની અંગત પળોનો વિડીયો બનાવી 30 લાખ રૂપિયાથી વધુની રકમ ખંખેરી લેવામાં

આવી હોવાનો ખુલાસો મૃતકે અંતિમ ફોનમાં કર્યો છે.

'એ મને ઝેર

પાઇ દીધું છે, બોલાતું

નથી...'....આ છેલ્લા

શબ્દો હતા ધ્રોલનાં જાવીયા ગામનાં વતની ધનજી રામજી કાસીયાણીનાં નામનાં 65 વર્ષિય વૃદ્ધનાં…

રાજકોટનાં

જામનગર રોડ પર આવેલ એસ.આર.પી કેમ્પ નજીક રત્નમ પ્રાઇડ રેસિડેન્સીમાં રહેતી

જીજ્ઞાશા ઉર્ફે જાગુ સવજી કુંડારીયાનાં ફ્લેટમાં શનિવારે ધનજી કાસીયાણીએ ઝેરી દવા

પી આપઘાત કરી લીધો હતો...આરોપી જીજ્ઞાશા ઉર્ફે જાગુની સાથે મૃતક ધનજી કાસીયાણીએ બે

વર્ષ પહેલા મૈત્રી કરાર કર્યો હતો..ત્યારબાદ જીજ્ઞાશા ઉર્ફે જાગુ તેનો સાગરીત ચતુર

ઉર્ફે બાબુ શિયાળ અને હરજીવન ઉર્ફે હરી અઘેરાએ મળીને ત્યક્તાનાં વૃદ્ધ સાથેની

અંગતપળના ફોટા અને વિડીયો ઉતારીને બ્લેકમેઇલીંગ શરૂ કર્યું હતું. આરોપીઓએ મૃતક

પાસે થી 26 થી 28 લાખ રૂપીયા, પાંચ લાખનો ચેક અને ફોર વ્હિલ કાર પડાવી

લીધી હોવાની ઓડીયો ક્લીપ સામે આવી છે. મૃતક ધનજી કાસીયાણીએ તેનાં કાકા શાંતિલાલ

સાથે આપઘાત કરતા પહેલા ફોન છેલ્લી વાત કરી હતી. જેમાં તેને આ તમામ શખ્સો

બ્લેકમેઇલીંગ કરતા હોવાનું અને જંગી રકમ પડાવી લીધી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પોલીસે ઓડીયો ક્લીપ આધારે ફરીયાદ નોંધી આરોપી જીજ્ઞાશા ઉર્ફે જાગુ કુંડારીયા, હરજીવન ઉર્ફે હરી અઘેરા અને ચતુર ઉર્ફે

બાબુ શિયાળની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Next Story