Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ GST વિભાગના સરપ્રાઈઝ ચેકિંગમાં ત્રણ પેઢીમાંથી ૫૦ લાખની કરચોરી ઝડપાઈ

રાજકોટઃ GST વિભાગના સરપ્રાઈઝ ચેકિંગમાં ત્રણ પેઢીમાંથી ૫૦ લાખની કરચોરી ઝડપાઈ
X

ઈવે બીલ વગર માલની હેરાફેરી કરી રહેલા ટ્રાન્સ્પોર્ટરોમાં ખળભળાટ

રાજકોટ GST વિભાગે બે દિવસ પહેલા ગોંડલ હાઇવે પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં GST વિભાગના અધિકારીઓએ ગોંડલ રોડ પરથી ૬ ટ્રકોને ઈવે બીલ વગર માલની હેરાફેરી કરતા ત્રણ પેઢી પાસેથી ૫૦ લાખની કરચોરી ઝડપી પાડી હતી.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ GST વિભાગના અધિકારીઓ ગોંડલ હાઈવે પર બે દિવસ પૂર્વે ઈવે બીલ વગર માલની હેરાફેરી કરી રહેલા ટ્રાન્સ્પોર્ટરોને ઝડપી પાડવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અધિકારીઓએ હાઈવે પરથી ૬ જેટલી ટ્રકોને ઈવે બીલ માલની હેરાફેરી કરતા ઝડપી પાડી હતી. ૬ ટ્રકોના ડ્રાઈવરો અધિકારીઓએની પુછપરછ દરમિયાન ત્રણ પેઢીના નામો જણાવ્યા હતાં.

આ પેઢીમાં શ્રી ટ્રાન્સ્પોર્ટ, જય ગુજરાત અને એન.આર.કાર્ગોનું નામ ધ્યાને આવ્યા હતાં. GST અધિકારીઓ દ્વારા આ ત્રણેય ટ્રાન્સ્પોર્ટરોને ૫૦ લાખની કરચોરી ભરવા અંગે નોટીસ પણ પાઠવવામાં આવી હતી. GST અધિકારીઓ દ્વારા આ ત્રણેય ટ્રાન્સ્પોર્ટરોને ઈવે બીલ વગર માલની હેરાફેરી કરી રહેલા ટ્રાન્સ્પોર્ટરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Next Story