Connect Gujarat
Featured

રાજકોટ : જેતપુરમાં દલિત સમાજે કરી હાથરસના આરોપીઓને કડક સજાની માંગણી

રાજકોટ : જેતપુરમાં દલિત સમાજે કરી હાથરસના આરોપીઓને કડક સજાની માંગણી
X

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી સાથે થયેલી બર્બરતાના વિરોધમાં રાજકોટ પાસે આવેલાં જેતપુરમાં કોંગ્રેસ તેમજ દલિત સમાજના આગેવાનોએ જેતપુર મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક સજા કરવાની માંગ કરી છે.

ઉત્તર પ્રદેશના હાથરસ માં જે બનાવ બન્યો તેને લઈને છેલ્લા થોડા દિવસોથી દેશ ભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજકો જિલ્લાના જેતપુર કોંગ્રેસ તેમજ જેતપુર તાલુકા દલિત સમાજના આગેવાનોએ મામલતદારને આવેદન આપવામાં આવ્યુ હતું. હાથરસમાં 19 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ કરી તેની જીભ કાપી નાંખવામાં આવી હતી તેમજ કરોડરજજુ તોડી નાંખવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં યુપીની ભાજપ સરકાર શંકાના ઘેરામાં આવી ગઇ છે. ઉત્તરપ્રદેશ ઉપરાંત ગુજરાતના રાપરમાં પણ દલિત વકીલની હત્યા કરી નાંખવામાં આવી છે. દલિત સમાજને પુરતુ રક્ષણ આપવામાં આવે તથા આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરાય છે.

Next Story