મકરસંક્રાતિના બે દિવસ અગાઉ રાજકોટ પોલીસનું પતંગ બજારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથધર્યું હતું.

ગાંધીગ્રામ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુકકલ સાથે એક વેપારીની ધરપકડ કરી તેમજ બજરંગ વાડી વિસ્તારમાંથી પણ એસ સિઝન સ્ટોરમાંથી ચાઈનીઝ દોરી અને તુકકલ સાથે એક વેપારીની કરી ધરપકડ કરી તેમની પાસેથી ચાઈનીઝ દોરીની ૧૬ નંગ ફીરકી અને ૧૧૫ ચાઈનીઝ તુકકલ મળી કુલ રૂપિયા ૭૧૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ વિરૂદ્ધ જીપીએકટ કલમ ૧૩૧ અને ૧૧૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY