Connect Gujarat
ગુજરાત

રાજકોટ : સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર : મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલયા

રાજકોટ : સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર : મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલયા
X

રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે.મોરબીમાં ફરીથી ગત રાત્રીના મેઘમહેર જોવા મળી હતી. વરસાદ અને ઉપરવાસની આવકને પગલે મોરબીના મચ્છુ ૨ ડેમ અને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલી નંખાયા છે. સાથે જ મચ્છુ 3 ડેમના હેઠવાસમાં આવેલ ૨૦ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મચ્છુ 3 ડેમ ઓવરફલો થયો છે તેમજ ડેમમાં ૧૪૦૮ કયુસેક પાણીની આવક છે અને હાલમાં ડેમમાંથી ૨૮૧૭ કયુસેક પાણી છોડવામાં આવે છે ત્યારે ડેમની હેઠવાસમાં આવેલ ૨૦ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવદરકા, ફતેપરા અને માળિયા તેમજ હરીપર સહિતના ૨૦ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. 8 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આજી 1 અને ન્યારી 1 ઓવરફ્લો થયો છે. તો સાથે આજી 2, ન્યારી 2, વાછપરી ડેમમા પાણી ની આવક વધતા આ ડેમ ભરાઈ ગયા છે. આથી આ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા રાજકોટ, પડધરી, ગોંડલ, કોટડાસાંગાણી તાલુકાઓના 25 જેટલા ગામોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે.વરસાદના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજી 1ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની 29 ફૂટની સપાટી છે. ત્યારે આ વર્ષે ન્યારી 1 ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ન્યારી 1 ડેમાંથી પશ્ચિમ રાજકોટને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

Next Story