રાજકોટઃ કેપ્ટન કોહલીનાં ફેન્સ ચાલુ મેચમાં ઘુસ્યા મેદાનમાં, વિરાટ સાથે ખેંચી સેલ્ફી

New Update
રાજકોટઃ કેપ્ટન કોહલીનાં ફેન્સ ચાલુ મેચમાં ઘુસ્યા મેદાનમાં, વિરાટ સાથે ખેંચી સેલ્ફી

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે તારીખ 4 ઓકટોબરના રોજ ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ત્યારે મેચના પહેલા જ દિવસે કપ્તાન કોહલીના બે ચાહકો ચાલુ મેચે મેદાનમાં ઘુસી આવ્યા હતા. તો મેદાનમાં ઘુસી આવ્યા બાદ બંને ફેન્સે કપ્તાન કોહલી સાથે સેલ્ફી પણ પડાવી હતી.

બિજી તરફ આ સમગ્ર મામલે સુરક્ષા કર્મીઓનું ધ્યાન પડતા તેઓ મેદાનની અંદર પહોંચી બંને ફેન્સને બહાર તગેડયા હતા. આ ઘટના દરમિયાન થોડીક વાર મેચ રોકાયી હતી. ઉલ્લેખનીય છે કે મેચના પ્રથમ દિવસે ભારત તરફથી ડેબ્યુ કરનાર પૃથ્વી શો એ 134 રન ફટકાર્યા હતા. બીજી તરફ પ્રથમ દિવસના અંત સુધી ભારતે 4 વિકેટના નુકશાને 364 રનનો જંગી સ્કોર ખડકયો હતો.