Connect Gujarat
ગુજરાત

રાજકોટ : જાહેરમા પાનની પીચકારી મારનારા ચેતજો, ૧દિવસમા પાનની પીચકારી મારતા ૨૦ લોકો સીસીટીવીમા થયા કેદ

રાજકોટ : જાહેરમા પાનની પીચકારી મારનારા ચેતજો, ૧દિવસમા પાનની પીચકારી મારતા ૨૦ લોકો સીસીટીવીમા થયા કેદ
X

રાજકોટમા જાહેરમા પાનની પીચકારી મારનાર દંડાયા

એક જ દિવસમા20 લોકો દંડાયા

સીસીટીવીમા કેદ થઈ પાનની પીચકારી

પાનની પીચકારી પડશે હવે મોંઘી

જાહેરમાં થુંકનારને પ્રથમ રૂ.250,બીજી વાર રૂ.500, ત્રીજીવાર રૂ.750

ત્યારબાદ મનપા અધિકારી રૂબરૂ જઈને રૂ.1 હજારનો નો દંડ કરશે

રાજ્યભરમા અત્યાર સુધી જાહેરમા ગંદકી કરનાર તેમજ થુંકનારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ દંડ કરવામા આવતો હતો. પરંતુ હવે રાજ્યમા રાજકોટ બિજુ એવુ શહેર અમદાવાદ બાદ બન્યુ છે કે જ્યા જાહેરમા થુંકનાર કે ગંદકી કરનારને ઈ મેમો આપવામા આવશે. ગઈકાલે રંગીલા રાજકોટને સ્વચ્છ બનાવવા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નોટીફિકેશન બહાર પાડવામા આવ્યું હતું.

જે અંતર્ગત જાહેરમા પ્રથમ વખત થુંકનારને 250 રુપિયા દંડ, જ્યારે બિજી વખત ઝડપાય તો 500 રુપિયા દંડ તેમજ ત્રીજી વખત ઝડપાય તો 750 રુપિયા દંડ ફટકારવામા આવશે. તેમજ જો જે તે વ્યક્તિ 7દિવસમા દંડ ન ભરે તો તેને 1000રુપિયાનો દંડ ફટકારવામા આવશે. તેમજ દંડ ફટકાર્યા બાબતની જાણ આર.ટી.ઓને પણ કરવામા આવશે. જેથી ભવિષ્યમા લાયસન્સ રિન્વયુ વખતે તે વખતીનો ટ્રેક રેકોર્ડ જાણી શકાય. ત્યારે આજથી આ પ્રકારના દંડનો ટ્રાયલ ફેઝ શરુ થયો છે. ત્યારે માત્ર એક જ દિવસમા પાન ની પિચકારી મારનાર 20થી વધુ લોકો દંડાયા છે.

Next Story