રાજકોટ : મરચાંનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની હાલત કફોડી, પણ માર્કેટિંગ યાર્ડ આપે છે સારો ભાવ...

ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

New Update
રાજકોટ : મરચાંનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની હાલત કફોડી, પણ માર્કેટિંગ યાર્ડ આપે છે સારો ભાવ...

રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જોકે, માર્કેટિગ યાર્ડમાં સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણના અને કમોસમી વરસાદના કારણે રવિ પાકમાં વિવિધ રોગ આવી ગયા છે. બોરડી સમઢિયાળા ગામના ખેડૂતોએ મોંઘા બિયારણ સાથે મરચાંનું વાવેતર કર્યું હતું. જોકે, હવે આ મરચાના પાકમાં વાતાવરણ ફેર બદલ થવાના કારણે કુકડ લાગી જતા ઉત્પાદન ઓછું થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી હતી, ત્યારબાદ કમોસમી વરસાદ અને હવે ઉપરથી વાદળછાયા વાતાવરણના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થયું છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, માર્કેટિગ યાર્ડમાં મરચાંના સારા ભાવ મળી રહેતા ખેડૂતની મહેનત પ્રમાણનું મહેનતાણું મળી રહે છે. જોકે, આ વર્ષે મરચાંનું ઉત્પાદન 25% ટકા થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પહેલી નજરે જોતા વાતાવરણ અહલાદક લાગે છે. પરંતુ આવા વાતાવરણના કારણે જેતપુર પંથકના ખેડૂતોની ચિંતા વધી હતી, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં મરચાંના ભાવ સારા મળતા ખર્ચ નીકળી જશે જેથી ખેડૂતોમાં એકંદરે ખુશી જોવા મળી છે.