Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: ગુમ થયેલી બાળકીની માથુ છુંદેલી હાલતમાં લાશ મળી આવી

ભક્તિનગર સ્ટેશન યાર્ડ વિસ્તારમાં આવેલી અવાવરું જગ્યામાંથી એક બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી

રાજકોટ: ગુમ થયેલી બાળકીની માથુ છુંદેલી હાલતમાં લાશ મળી આવી
X

રાજકોટઃ આઠ વર્ષીય બાળકીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. શનિવારના રોજ બપોરના સવા એક વાગ્યા આસપાસ બાળકીના 34 વર્ષીય પિતા દ્વારા બાળકીનું અપહરણ થયા બાબતની પોલીસ ફરિયાદ માલવિયા નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે સીસીટીવીના આધારે બાળકીની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ માલવિયા નગર પોલીસને ભક્તિનગર સ્ટેશન યાર્ડ વિસ્તારમાં આવેલી અવાવરું જગ્યામાંથી એક બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી હોવાની જાણ થઈ હતી. બનાવ સ્થળે ફરિયાદ નોંધાવનાર પિતાને બોલાવતા જેણે બાળકીની લાશ જોઈ પોતાની જ દીકરીની હોવાનું જણાવ્યું હતું.

આ સમગ્ર મામલાની જાણ થતા ડીસીપી, એસીપી, ડોગ સ્કવોડ, એફએસએલ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાળકી અને તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનું વતની છે. બાળકીના પિતા કારખાનામાં મજૂરી કામ કરે છે. બાળકી શુક્રવારના રોજ રાત્રિના સમયે પોતાના બંને ભાઈઓ સાથે ઘરની બહાર રમી રહી હતી. ત્યારે જમવાનો સમય થતા બંને ભાઈઓ ઘરમાં આવી ગયા હતા. પરંતુ દીકરી ઘરમાં અંદર ન આવતા પરિવારજનો દ્વારા તેને શોધવા માટે નીકળ્યા હતા. પરંતુ બાળકી ન મળતા પરિવારજનો દ્વારા આખરે માલવિયા નગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

લ્લેખનીય છે કે, બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કે કેમ? તે અંગે રિપોર્ટમાં શું સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. હાલ તો માલવિયા નગરમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં ipc 302ની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે.

Next Story