Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : દેવીપુજક સમાજની મહિલાઓને ચેકડેમ માં ન્હાવા જવું પડ્યું ભારે, જોતજોતામાં 3 મહિલાઓ પાણીમાં થઈ ગઈ ગરકાવ

રાજકોટ જિલ્લાના કાંગશીયાળી ગામે આવેલા ચેકડેમમાં ત્રણ યુવતીઓના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે

રાજકોટ : દેવીપુજક સમાજની મહિલાઓને ચેકડેમ માં ન્હાવા જવું પડ્યું ભારે, જોતજોતામાં 3 મહિલાઓ પાણીમાં થઈ ગઈ ગરકાવ
X

રાજકોટ જિલ્લાના કાંગશીયાળી ગામે આવેલા ચેકડેમમાં ત્રણ યુવતીઓના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક અસરથી ફાયરબ્રિગેડનો કાફલો તેમજ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી ત્રણેય મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તમામ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તો સાથે જ સમગ્ર મામલે પોલીસે એડી દાખલ કરી ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક રહીશોએ પોલીસ ફાયરબ્રિગેડ તથા 108 ઇમરજન્સી સેવાને ફોન કરી માહિતી આપી હતી કે, શાપર વેરાવળ નજીક આવેલા ઢોલરા કાંગશીયાળી વચ્ચે ચેકડેમમાં નાહવા દરમિયાન ત્રણ જેટલી મહિલાઓ ડૂબી છે. તમામ વિભાગને ફોન દ્વારા જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસ ફાયર વિભાગ તેમજ 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ગુરૂવારના રોજ બપોરના સમયે દેવીપુજક પરિવારની 18 વર્ષીય દીકરી કોમલબેન 24 વર્ષીય દીકરી સોનલ બેન તેમજ 35 વર્ષીય મીઢુર બેન સહિત કુલ 5 યુવતીઓ તેમજ મહિલાઓ ન્હાવા માટે ચેકડેમ ખાતે પહોંચી હતી. આ દરમિયાન કોમલબેન, સોનલબેન અને મીઢુર બેન ડૂબવા લાગતા તેઓના મોત નિપજ્યા હતા. ત્યારે બાકી રહેલી બે મહિલાઓને સલામત બહાર કાઢવામાં આવી હતી.



Next Story