Connect Gujarat
રાજકોટ 

રાજકોટવાસીઓ પ્લેનમાં બેસવા માટે તૈયાર થઈ જાઓ... હીરાસર એરપોર્ટનું આજે કરાશે ઉદ્ઘાટન....

નવા એરપોર્ટ જવા માટે એસ.ટી બસ પોર્ટ થી દર બે કલાકે AC બસ મળશે. એસ.ટી દ્વારા બસનું ભાડું 100 રૂપિયા, પ્રાઇવેટ ટેક્સીમાં વન વે ભાડું 1200 રૂપિયા હશે

રાજકોટવાસીઓ પ્લેનમાં બેસવા માટે તૈયાર થઈ જાઓ... હીરાસર એરપોર્ટનું આજે કરાશે ઉદ્ઘાટન....
X

લાંબા સમયથી જેની રાહ જોવાય રહી છે તેવું રાજકોટનું હીરાસર એરપોર્ટ બનીને તૈયાર થઈ ગયું છે. આજે રાજકોટ અમદાવાદ હાઇ વે પર આવેલું આ એરપોર્ટ ખૂલું મુકાશે. ફિરસર એરપોર્ટથી દૈનિક 10 ફ્લાઇટ ઉડાન ભરશે. માર્ચ મહિનાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટની શરૂઆત થશે. નવા એરપોર્ટ જવા માટે એસ.ટી બસ પોર્ટ થી દર બે કલાકે AC બસ મળશે. એસ.ટી દ્વારા બસનું ભાડું 100 રૂપિયા, પ્રાઇવેટ ટેક્સીમાં વન વે ભાડું 1200 રૂપિયા હશે.રાજકોટ એરપોર્ટ પર થી દરરોજ 10 ફ્લાઇટ ઉડાન ભરે છે.

દિલ્હી, મુંબઈ, ગોવા, ઉદયપુર, ઇન્દોર સહિતની ફ્લાઈટો ઉડાન ભરે છે, જે રાબેતા મુજબ ઉડાન ભરશે. રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરતા હવે સૌરાષ્ટ્રના લોકોને આ માટે અમદાવાદ નહિ જવું પડે, સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થશે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી અન્ય રાજ્યો અને વિદેશ પ્રવાસ કરતા ઉદ્યોગપતિ તેમજ મુસાફરોને રાજકોટથી ફ્લાઇટની સુવિધા મળશે.

Next Story