રાજપીપલા: ફોરેસ્ટ રેન્જ ઓફિસર્સની યોજાયેલી પાસીંગ આઉટ સેરેમની

New Update
રાજપીપલા: ફોરેસ્ટ રેન્જ ઓફિસર્સની યોજાયેલી પાસીંગ આઉટ સેરેમની

રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજના ૨૦૧૮-૧૯ ની બેચના તાલીમી આર.એફ.ઓ.ની આજે સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને વન વિભાગના વડા ડૉ.. ડી.કે. શર્મા, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક સંજીવ ત્યાગી, દેહરાદુન ખાતેના ફોરેસ્ટ એજયુકેશનના ડાયરેકટર આર.પી.સિંઘ, રાજપીપલા કોલેજના આચાર્ય ડૉ.. કે.રમેશ, ગુજરાત રાજય વન વિકાસ નિગમના જોઇન્ટ મેનેજીંગ ડીરેકટર આર.કે.સુગુર, વન સંરક્ષક ડૉ..કે. શશીકુમાર ઉપરાંત વન વિભાગના અન્ય અધિકારીઓ, તાલીમી આર.એફ.ઓ. અને તેમના પરિવારજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલી પાસીંગ આઉટ સેરેમનીને દિપ પ્રાગટય દ્વારા ખુલ્લી મૂકાઇ હતી.

તાલીમ પૂર્ણ કર્યા બાદ પોતાના વિસ્તારમાં ક્ષેત્રીય ફરજ માટે વિદાય લઇ રહેલા

તાલીમાર્થી આર.એફ.ઓ.ને મુખ્ય મહેમાનપદેથી સંબોધન કરતા ગુજરાતના અગ્ર મુખ્ય વન

સંરક્ષક ડૉ.. ડી.કે.શર્માએ જણાવ્યું હતું કે, અહીં

રાજપીપલા ખાતેની કોલેજમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને છત્તીસગઢ જેવા રાજયોના ૩૪ જેટલાં આર.એફ.ઓ.ને વન અને પર્યાવરણના

રક્ષણ-જતન અને તેના સંવર્ધન તેમજ વાઇલ્ડ-લાઇફના સંરક્ષણને લગતી શ્રેષ્ઠ તાલીમ પૂરી

પાડવામાં આવી છે, ત્યારે

આ તાલીમ તેમની ક્ષેત્રીય કામગીરી અને પ્રજાકીય સેવાઓમાં ખૂબ જ  ઉપયોગી બનવાની સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડતરમાં પણ વિશેષ સહાયરૂપ બની રહેશે, તેવો

આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

આ પ્રસંગે દહેરાદૂન ખોતના ફોરેસ્ટ એજયુકેશનના ડાયરેકટર આર.પી. સિંઘ, ગુજરાતના અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક ડૉ.. સંજીવ ત્યાગી, કોલેજના આચાર્ય ડૉ.. કે.રમેશ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ સમારોહમાં

છત્તીસગઢના બિલાસપુરના તાલીમાર્થીશ્રી આશુતોષ કુમાર માંડવાએ ઓવરઓલ ટોપરમાં ગોલ્ડ

મેડલ તેમજ ફોરેસ્ટ્રી, ઇકોલોજી, ફોરેસ્ટ સર્વે એન્ડ એન્જીનિયરીંગ અને રેન્જ એડમિનિસ્ટ્રેશન સહિતના અન્ય ચાર

વિભાગોમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા.

એક સાથે પાંચ-પાંચ મેડલ મેળવનાર આશુતોષ માંડાવાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિશેષ અભિવાદન કરી પ્રોત્સાહિત કરાયાં હતા. આશુતોષ માંડવાએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, રો-મટીરીયલ્સના રૂપમાં અહિં આવેલા અમે તાલીમાર્થીઓ આજે ઓફિસર્સનાં રૂપમાં જઇ રહ્યાં છે ત્યારે, તાલીમ દરમિયાનના અભ્યાસ પ્રવાસ સહિત શીખવા મળેલી ઘણી બધી બાબતોની સ્મૃતિ મારા જીવનમાં હંમેશ માટે યાદગારરૂપ બની છે. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ડૉ. ડી.કે. શર્મા સહિતના મહાનુભાવોના હસ્તે સ્મૃતિગ્રંથનું પણ વિમોચન કરાયું હતું. અંતમાં ફોરેસ્ટ કોલેજના ઉપાચાર્ય આર.પી. ગેલોતે આભારદર્શન કર્યું હતુ.