Connect Gujarat
વાનગીઓ 

ગરમીમાં દહીં થઈ જાય છે ખાટુ..? દહીં ને ફેંકી દેવા કરતાં ઉપયોગ કરો આ વાનગીઓ બનાવવામાં

ગરમીના લીધે દહીં ખાટુ થઈ જતું હોય છે. ત્યારે ઘણા લોકો ખાટુ દહીં ખાવાનું પસંદ કરતાં નથી હોતા અને દહીંને ફેંકી દેતા હોય છે

ગરમીમાં દહીં થઈ જાય છે ખાટુ..? દહીં ને ફેંકી દેવા કરતાં ઉપયોગ કરો આ વાનગીઓ બનાવવામાં
X

ઉનાળો હવે શરૂ થઈ જ ગયો છે ત્યારે ગરમીના લીધે દહીં ખાટુ થઈ જતું હોય છે. ત્યારે ઘણા લોકો ખાટુ દહીં ખાવાનું પસંદ કરતાં નથી હોતા અને દહીંને ફેંકી દેતા હોય છે. તો આજે આપણે જોઈએ ખાટા દહીં નો ઉપયોગ કઈ કઈ વાનગીઓ બનાવવામાં કરી શકાય છે.

પનીર બનાવો : ઘરે પનીર બનાવવા માટે તમે ખાટા દહીં નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે દહીંને કપડામાં બાંધી લો જેથી બધુ જ પાણી નીકળી જાય. તો તૈયાર છે પ્રોટીન રીચ ટેસ્ટી પનીર


ચિલ્લા બનાવો :ખાટા દહીંનો ઉપયોગ તમે ચિલ્લા બનાવવામાં પણ કરી શકો છો. આ માટે તમે ચણાનો લોટ લો તેમાં ખાટુ દહીં નાખીને બેટર તૈયાર કરી લો. આમ કરવાથી ચિલ્લા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. આ ચિલ્લા ખાવાની ખૂબ જ મજા આવે છે.


ઢોસા બનાવવા : ખાટા દહીંનો ઉપયોગ તમે ઢોસાનું ખીરું બનાવવા માટે પણ કરી શકો છો. ઢોસામાં ખાટા દહીંનો ઉપયોગ કરવાથી ઢોસા મસ્ત ટેસ્ટી બને છે અને ઉતરે પણ મસ્ત છે.


ચટણી બનાવો : ખાટા દહીંમાંથી તમે અલગ અલગ પ્રકારની ચટણી પણ બનાવી શકો છો. આ માટે તમે ખાટુ દહીં લો અને તેમાં કોથમીર અને ફુદીનાના પાન નાખો. હવે તેને મિકસરમાં બ્લેન્ડ કરી લો. પછી આ દહીંમાં સ્વાદ અનુસાર મીઠું અને બીજા મસાલા ઉમેરો તો તૈયાર છે ચટણી.


ઢોકળા બનાવવામાં : તને ખાટા દહીંનો ઉપયોગ ઢોકળા બનાવવા માટે પણ કરી શકો છો. ખાટા દહીં ના ઢોકળા ખૂબ જ મસ્ત બને છે. આ માટે તમે જ્યારે ઢોકળાનું ખીરું તૈયાર કરતાં હોય ત્યારે તેમાં જ એડ કરી દેવાનું રહશે. આનાથી ઢોકળા એકદમ પોચા અને ખાટા થશે.


ભટુરામા યુઝ કરો : તને જ્યારે ઘરે છોલે ભટુરે બનાવો ત્યારે ખાટા દહીંનો ચોક્કસ ઉપયોગ કરજો. તેનાથી ભતૂરાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે અને ખાટા દહીંનો ઉપયોગ પણ થઈ જાય છે. આનાથી ભતુરે મસ્ત ફુલે છે અને સ્વાદિષ્ટ પણ બને છે॰



Next Story