Connect Gujarat
વાનગીઓ 

શું તમને પરવળનું શાક નથી ભાવતું ? ફાયદા જાણી આરોગતા થઈ જશો

પરવળના શાકની સાથે સાથે તેની મીઠાઈ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરવળ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તે

શું તમને પરવળનું શાક નથી ભાવતું ? ફાયદા જાણી આરોગતા થઈ જશો
X

તમે તમામ પ્રકારના શાકભાજીનું સેવન કરતા હશો, પરંતુ પરવળ એક એવું શાકભાજી છે જે મોટાભાગના લોકોને નથી ભાવતું નથી. પરવળના શાકની સાથે સાથે તેની મીઠાઈ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરવળ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. પરવળને થોંડેકાઈ, પોટોલ અને પરોરા પણ કહેવામાં આવે છે. અહીં પરવળના ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી છે. આ ફાયદાઓ જાણ્યા બાદ તમે પણ પરવળને ડાયટમાં જરૂરથી સામેલ કરશો. પરવળનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ અને બ્લડમાં રહેલી ચરબીનું સ્તર ઓછું થાય છે તથા સારા કોલસ્ટ્રોલના સ્તરમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત પરવળ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. પરવળ બ્લડમાં ગ્લૂકોઝના સ્તરને નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસના દર્દીઓએ પરવળનું જરૂરથી સેવન કરવું જોઈએ. પરવળમાં એન્ટી હાઈપરગ્લાઈસેમિક ગુણ રહેલા છે. જે બ્લડમાં ગ્લૂકોઝનું સ્તર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. પરવળ પાચનતંત્રમાં સુધારો કરવાનું કામ કરે છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટી અલ્સર ગુણ રહેલા છે. પરવળનું સેવન કરવાથી કબજિયાત, અપચો અને અલ્સર જેવી પેટની સમસ્યા દૂર થાય છે. પરવળમાં કોલસ્ટ્રોલ ઓછું કરતા એન્ટી-હાઈપરલિપિડેમિક ગુણ રહેલા છે, જે કોલસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રાખવાનું કામ કરે છે. પરવળનું સેવન કરવાથી ખરાબ કોલસ્ટ્રોલ અને બ્લડમાં રહેલી ચરબીનું સ્તર ઓછું થાય છે તથા સારા કોલસ્ટ્રોલના સ્તરમાં વધારો થાય છે. શરીરને અનેક બીમારીઓ સામે રક્ષણ મળે તે માટે બ્લડ પ્યોરીફિકેશન જરૂરી છે. પરવળમાં બ્લડ પ્યોરિફાયર ગુણ રહેલા છે. પરવળ શરીરમાં બ્લડ પ્યોરિફાય કરવાનું કામ કરે છે, જેના કારણે બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે. પરવળમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી અને ફાઈબરની માત્રા ખૂબ જ અધિક રહેલી છે. આ કારણોસર પરવળ વજન ઓછું કરવામાં સહાયક છે.

Next Story