Connect Gujarat
વાનગીઓ 

તહેવારોમાં બહારથી મીઠાઇ લાવવાના બદલે ઘરે જ બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઇ, નોંધી લો કોકોનટ રોલની રેસેપી..

રક્ષાબંધનનો તહેવાર નજીકમાં જ છે. અનેક બહેનોએ અત્યારથી જ ભાઈ માટે રાખડીઓ અને મીઠાઈનું પ્લાનિંગ કરી લીધું હશે.

તહેવારોમાં બહારથી મીઠાઇ લાવવાના બદલે ઘરે જ બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઇ, નોંધી લો કોકોનટ રોલની રેસેપી..
X

રક્ષાબંધનનો તહેવાર નજીકમાં જ છે. અનેક બહેનોએ અત્યારથી જ ભાઈ માટે રાખડીઓ અને મીઠાઈનું પ્લાનિંગ કરી લીધું હશે. આ સમયે જો તમે મીઠાઇ બહારથી લાવવાનું વિચારી રહ્યા છો તો આવું ના કરતા, કારણ કે તમે ઘરે જ ઓછા સમયમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી મીઠાઇ તૈયાર કરી શકો છો. આ મીઠાઇ નાના બાળકોથી લઈને મોટા સુધી બધાની પ્રિય હોય છે. તહેવારમાં મોઢું મીઠું ફરવા માટે આ બેસ્ટ બેસ્ટ ડિશ સાબિત થઈ શકે છે. તો જાણી લો ઘરે સરળતાથી યોગ્ય માપ સાથે કઈ રીતે બનાવી શકાશે કોકોનટ રોલ....

કોકોનટ રોલ બનાવવાની સામગ્રી

· 1 વાટકી નારિયેળનું છીણ

· 1 કપ ઠંડુ દૂધ

· ½ વાટકી દૂધ પાવડર

· ½ વાટકી દળેલી ખાંડ

· 1/3 ચમચી એલચી પાવડર

· 1 ચમચી ફૂડ કલર (વૈકલ્પિક)

· ½ વાટકી મિલ્ક પાવડર

કોકોનટ રોલ બનાવવાની રીત

· કોકોનટ રોલ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં નારિયેળ પાવડર લો.

· આ પછી તેમાં મિલ્ક પાવડર, એલચી પાવડર, દળેલી ખાંડ ઉમેરીને બરાબર મીકસ કરો. તૈયાર મિશ્રણને સરખા બે ભાગમાં વહેચો.

· એક ભાગમાં લાલ ફૂડ કલર અથવા ચોકલેટ ફૂડ કલર ઉમેરો. આ પછી તમે જરૂર મુજબ તેમાં થોડું દુધ પણ એડ કરી શકો છો.

· એ જ રીતે બીજા ભાગમાં દૂધ મિક્સ કરો અને તેને સારી રીતે મેષ કરીને મુલાયમ બનાવો.

· આ પછી એક કેરી બેગ લો. ગોળ કણકનો બોલ થેલી પર રાખો. આપચી તેને ચપટી કરો અને ઉપર લાલ રંગનો લોટ મૂકો. તે પછી તેના પર બેગ મૂકો. અને તેને રોલ કરો.

· રોલને લણી જેમ વાળી લો. રોલને સારી રીતે સેટ થવા માટે થોડી વાર ફ્રીજમાં રાખો. બે કલાક પછી તેમને ફ્રિજમાંથી બહાર કાઢો અને પછી કાપી લો.

· તો તૈયાર છે તમારા કોકોનટ રોલ. તમે રાખડી બાંધીને ભાઇનું મોં મીઠું કરવી શકો છો.

Next Story