સાંજના નાસ્તા માટે કેટલાક સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તામાં બનાવો 'ક્રિસ્પી સોયા કટલેટ'

તમે મેંદાના પડ કે ટોસ્ટનાં ભૂકા વળી કટલેટ ખાધી હસે તો આ ટ્રાય કરો સાંજના નાસ્તા માટે 'ક્રિસ્પી સોયા કટલેટ'

New Update

લોકો સાંજના સમયે નાસ્તામાં હળવો અને ટેસ્ટી નાસ્તો કરવાનું પસંદ કરતાં હોય છે ત્યારે તમે મેંદાના પડ કે ટોસ્ટનાં ભૂકા વળી કટલેટ ખાધી હસે તો આ ટ્રાય કરો સાંજના નાસ્તા માટે 'ક્રિસ્પી સોયા કટલેટ'

સોયા કટલેટ માટેની સામગ્રી :-

1/2 કપ સોયા દાણા, 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ બાફેલા અને છૂંદેલા બટાકા, 1 ચમચી આદુ, લીલા મરચા અને લસણની પેસ્ટ, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન જીરું પાવડર, 1 ટીસ્પૂન ધાણાજીરું, 1/4 કપ બ્રેડનો ભૂકો અને ડીપ ફ્રાઈંગ માટે શુદ્ધ તેલ

સોયા કટલેટ માટેની રીત :-

- ચણાની દાળને કટલેટ બનાવવાની હોય તેના એક કલાક પહેલા પાણીમાં પલાળી રાખો. સોયા દાણાને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો.બંને વસ્તુઓને સરખી પલળી ગયા પછી પાણીમાંથી બહાર કાઢી લો. બંને સામગ્રી અને એક કપ પાણી પ્રેશર કૂકરમાં નાખો અને સીટી આવે ત્યાં સુધી પકાવો. ઠંડુ કરી મિક્સરમાં પેસ્ટ બનાવી લો. હવે બધી સામગ્રી મિક્સ કરી લો અને લાંબી કે ગોળ કટલેટ બનાવી અને તેમાં ફરતે બ્રેડનો ભૂકો લગાવો. લાંબા કટલેટની મધ્યમાં તેલ લગાવો.ગરમ તેલમાં મધ્યમ ગેસ પર બેક કરો. આ રીતે સરસ 'ક્રિસ્પી સોયા કટલેટ' તૈયાર છે.સાંજના નાસ્તા માટે કેટલાક સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તામાં બનાવો 'ક્રિસ્પી સોયા કટલેટ'