Connect Gujarat
વાનગીઓ 

શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસમાં બનાવો 'ફરાળી ભેળ,' જુઓ રીત

અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તેમાં પણ આવતીકાલે શ્રાવણનો સોમવાર છે.

શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસમાં બનાવો ફરાળી ભેળ, જુઓ રીત
X

અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તેમાં પણ આજે શ્રાવણનો સોમવાર છે. મહાદેવની આરાધના કરવા માટે અનેક લોકો શ્રાવણનો સોમવાર કરતા હોય છે. તો આજે આપણે ઉપવાસમાં ખવાઇ તેવી ફરાળી ભેળ બનાવતા શીખીએ. નામ વાંચીને ચોંકી ન જશો, બનાવવામાં ઘણી જ સરળ છે આ વાનગી. તો ફટાફટ જોઇ લઇએ તેની રીત.

સામગ્રી - સાબુદાણાં 250 ગ્રામ, ફરાળી ચેવડો 250 ગ્રામ, જીરૂ જરૂર મુજબ, તેલ- જરૂર મુજબ, મીઠો લીમડો- વઘારમાં નાંખવા માટે, આદુ-મરચાંની પેસ્ટ- જરૂર મુજબ, મીઠું- સ્વાદ પ્રમાણે, ફરાળી સેવ, 250 ગ્રામ, લાલ મરચું- જરૂર મુજબ, તળેલા સિંગદાણા- નાંખવા હોય તો

હવે આપણે ફરાળી ભેળની રીત જોઇએ. સૌ પ્રથમ સાબુદાણાને 8થી 10 કલાક પલાળી રાખો. સાબુદાણા પલડી જાય તે પછી તેને કાંણાવાળા વાડકામાં કાઢી લો. હવે એક કડાઇમાં થોડુ તેલ ઉમેરો. તેમાં જીરું અને મીઠો લીમડો ઉમેરી સાબુદાણાં વઘારો. તેમાં મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને લાલ મરચુ ઉમેરી સાંતળો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને એક બાઉલમાં લઇ તેમાં ફરાળી ચેવડો ઉમેરો. તેમાં ફરાળી સેવ ઉમેરો. ફરાળી સેવ આમતો બજારમાં મળતી જ હોય છે અને ઘરે પણ લોકો બનાંવતા જ હોય છે. આની ઉપર તમે દાડમનાં દાણા પણ નાંખી શકો છો.

બધુ મિક્સ કરી તેમાં લીંબુનો રસ ઉમેરી હલાવી લો. તો તૈયાર છે ફરાળી ભેળ. નોંધ- આમાં તમને દહીં, ખજૂરની ચટણી, કોથમીરની ચટણી નાંખવી હોય તો એ પણ નાંખી શકો છો. ફરાળી ભેળ માટે સાબુદાણા પલાળવા મુખ્ય કામ છે. આ માટે આખી રાત 8થી 10 કલાક સાબુદાણા પલાળી રાખો. આટલુ પલાળશો ત્યારે જ તે સોફ્ટ થશે. જ્યારે સાબુદાણા પલળી જાય ત્યારે તેને બંને આંગળી વચ્ચે દબાવીને જુઓ. જો તે મેશ થઈ જાય તો સમજો કે તે બરાબર પલળી ગયા છે. સાબુદાણાને હંમેશા હળવા હાથે જ ધોવા જોઈએ. તેને મસળીને ધોશો તો તે ખરાબ થઈ જશે અને તમે ભેળ બનાવશો તો ચીકણી નહિં બને. સાબુદાણા પલાળતી વખતે તેમાં પાણીની માત્રા એકદમ બરાબર હોવી જોઈએ. 1 કપ સાબુદાણામાં પોણોકપ પાણી નાંખીને તેને પલાળવા જોઈએ.

Next Story