Connect Gujarat
વાનગીઓ 

શીતળા સાતમ પર બનાવો હેલ્ધી અને ટેસ્ટી થેપલા, આ 2 વસ્તુ એડ કરવાનું ભૂલાય નહીં હો....

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તહેવારો હવે નજીક આવી રહ્યા છે અને આજે છે રાંધણ છઠ ત્યારે આ દિવસે સાતમના દિવસે ખાવા માટે અનેક વાનગીઓ બનતી હોય છે.

શીતળા સાતમ પર બનાવો હેલ્ધી અને ટેસ્ટી થેપલા, આ 2 વસ્તુ એડ કરવાનું ભૂલાય નહીં હો....
X

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તહેવારો હવે નજીક આવી રહ્યા છે અને આજે છે રાંધણ છઠ ત્યારે આ દિવસે સાતમના દિવસે ખાવા માટે અનેક વાનગીઓ બનતી હોય છે. સાતમના દિવસે ઠંડુ ખાવાની પરંપરા રહેલ છે. તો ખાસ કરીને લોકોને રોટલી ઠંડી ભવતિ નથી માટે મોટા ભાગના લોકો થેપલા બનાવીને મૂકી દે છે અને તેને સાતમના દિવસે ખાઈ છે. પરંતુ અમુક વખત થેપલા સરખા બંતા નથી અને આપણે બહાર ના થેપલા ખાઈએ છીએ તેવો સ્વાદ ઘરે બનેલા થેપલામાં આવતો નથી. તો આજે અમે તમને એવિ 2 વસ્તુઓ અબતાવીશુ જેને તમે થેપલા બનાવવાના લોટમાં નાખશો તો એકદમ બહાર જેવા જ મસ્ત ટેસ્ટી થેપલા બનશે.

થેપલા બનાવવાની સામગ્રી

· 1 કપ ઘઉનો લોટ

· અડધો કપ બાજરીનો લોટ

· મરચાની પેસ્ટ

· લીલી મેથી

· મીઠું

· ગળ્યા અથાણાંનો રસો

· લાલ મરચું

· હળદર

· તલ

· અજમો

· ખાંડ

· દહીં

· કોથમીર

થેપલા બનાવવાની રીત

· રાંધણ છઠ્ઠના દિવસે થેપલા બનાવવા માટે સૌ પ્રથમ ગળ્યા અથાણાંનો રસ અને દહીં લેવાનું ભૂલશો નહી. આ 2 વસ્તુ લોટમાં એડ કરો છો તો થેપલા ટેસ્ટી બને છે.

· હવે એક થાળ લો અને એમાં ઘઉંનો અને બાજરીનો લોટ ચાળી લો.

· પછી આ લોટમાં લીલા મરચાની પેસ્ટ, મીઠું, હળદર, મોણ માટે તેલ, મેથી, લાલ મરચુ, અજમો, ખાંડ અને તલ નાખીને મિક્સ કરી લો.

· આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લો.

· પછી આ લોટમાં ચારથી પાંચ ચમચી ગળ્યા અથાણાંનો રસો નાખો. આ એડ કરવાથી થેપલા મસ્ત ટેસ્ટી બને છે.

· હવે આ લોટ તમારે પાણીથી બાંધવાનો નથી.

· આ લોટ બાંધવા માટે દહીંનો ઉપયોગ કરવાનો છે.

· થોડુ-થોડુ દહીં નાખતા જાવો અને લોટ બાંધતા જાવો. પાણીથી લોટ બાંધવાથી ફિક્કા લાગે છે.

· આ લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.

· હવે આ લોટના ગુલ્લા કરી લો.

· પછી તવી ગરમ કરવા માટે મુકો.

· તવી ગરમ થઇ જાય એટલે થેપલુ મુકો.

· ત્યારબાદ ચારેબાજુ તેલ નાખો.

· એક બાજુ આછા બ્રાઉન રંગના થાય એટલે બીજી બાજુ ફેરવી લો.

· તો તૈયાર છે તમારા થેપલા..

Next Story