Connect Gujarat
વાનગીઓ 

શિયાળામાં બટાકા, ડુંગળી સિવાય 'વટાણા નાં પરોઠા ' બનાવો, જાણો કેવી રીતે

શિયાળામાં લોકો અવનવી અને હેલ્ધી વાનગીઓ ખાવાનું પસંદ કરતાં હોય છે.ત્યારે સાદા પરોઠા,આલુ પરોઠા તો બનવતા જ હોય છે.

શિયાળામાં બટાકા, ડુંગળી સિવાય વટાણા નાં પરોઠા  બનાવો, જાણો કેવી રીતે
X

શિયાળામાં લોકો અવનવી અને હેલ્ધી વાનગીઓ ખાવાનું પસંદ કરતાં હોય છે.ત્યારે સાદા પરોઠા,આલુ પરોઠા તો બનવતા જ હોય છે. પરંતુ વટાણાનાં પણ પરોઠા બનતા હોય છે. તો ચાલો જાણીએ તે કઈ રીતે બનાવવામાં આવે છે.

વટાણાનાં પરોઠા બનાવવાની સામગ્રી :-

લીલા વટાણા - 4 કપ, લીલા ધાણા - 1/3 કપ, લીલા મરચા - 3-4, લસણ - 4-5, આદુ - 1 ઇંચ, ગરમ મસાલા પાવડર - 1/2 ટીસ્પૂન, અજવાઈન - 1 ટીસ્પૂન, આમચૂર પાવડર - 1 ટીસ્પૂન, તેલ અને ઘી - 2 ચમચી, મીઠું - સ્વાદ મુજબ ઘઉનો લોટ - 4 કપ, મીઠું - સ્વાદ મુજબ, પાણી - જરૂર મુજબ, ઘી અથવા તેલ.

વટાણાનાં પરોઠા બનાવવાની રીત :-

તપેલીમાં ઘી કે તેલ મુકો અને તેને ગરમ થવા દો. હવે તેમાં વટાણા ઉમેરીને તે નરમ થાય ત્યાં સુધી સાંતળો અને સારી રીતે ફ્રાય થય જાય પછી તેમા લીલા ધાણા, આદુ, લસણ, લીલા મરચા અને જીરુંને મિક્સરમાં પીસી લો. અને હવે તે મિશ્રણમાં વટાણા ઉમેરીને હલાવો. ત્યાર પછી આખું મિશ્રણ એક બાઉલમાં કાઢી લો. આમચૂર પાઉડર, હળદર, મીઠું, કેરમ સીડ્સ ઉમેરીને મિક્સ કરો. અને હવે આ મિશ્રણ તૈયાર થયા પછી લોટ તૈયાર કરવો લોટમાં મીઠું, ઘી મિક્સ કરો, પછી જરૂર મુજબ પાણી ઉમેરીને મસળો. તેમાં વટાણાનું મિશ્રણ મૂકીને કણક બનાવો અને તેને ચારે બાજુથી લોક કરી લો.હળવા હાથે રોલ કરો નહિતર પરાઠા ફૂટી શકે છે. તવાને ગરમ કરવા રાખો. જ્યારે તે ગરમ થઈ જાય, પછી આ પરાઠા પર ઘી અથવા તેલ લગાવો અને તેને સારી રીતે શેકો.

આ રીતે તૈયાર કરવામાં આવે છે. ગરમાગરમ વટાણાનાં પરોઠા . તેને કોઈપણ ચટણી, અથાણું, દહીં કે રાયતા સાથે સર્વ કરી શકાય છે.

Next Story