Connect Gujarat
વાનગીઓ 

સ્વાદની સાથે સ્વાસ્થ્ય જાળવવા માટે આ રીતે બનાવો પાસ્તા

જો આપણે તેને ટેસ્ટી અને હેલ્ધી બનાવવું હોય તો એક બાઉલમાં પાસ્તા અને મનપસંદ લીલા શાકભાજીમાં પનીર ઉમેરો.

સ્વાદની સાથે સ્વાસ્થ્ય જાળવવા માટે આ રીતે બનાવો પાસ્તા
X

પાસ્તાને કેવી રીતે હેલ્ધી બનાવવો તે સંપૂર્ણપણે આપણા પર નિર્ભર છે. જો આપણે તેને ટેસ્ટી અને હેલ્ધી બનાવવું હોય તો એક બાઉલમાં પાસ્તા અને મનપસંદ લીલા શાકભાજીમાં પનીર ઉમેરો.

હેલ્ધી પાસ્તા બનાવાની સામગ્રી :

1.5 કપ પાસ્તા, 1 મોટી ઝીણી સમારેલી ડુંગળી, 1/2 કપ સમારેલા લીલા કેપ્સિકમ, 2 બારીક સમારેલા ટામેટાં, બે થી ત્રણ લીલા મરચાં, આદુનો નાનો ટુકડો, 1.5 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી આખી રાય, 1 ચમચી આખા ધાણા, કઢી લીમડો - 10-12, તેલ બનાવવા માટે

હેલ્ધી પાસ્તા બનાવાની રીત :

એક વાસણમાં ચારથી પાંચ કપ પાણી નાખો. તેમાં મીઠું અને એક નાની ચમચી તેલ ઉમેરો, પછી પાસ્તા ઉમેરો અને નરમ ન થાય ત્યાં સુધી તેને આંચ પર રાખો. આ પછી પાણી નીતારી લો અને ઠંડા પાણીથી ધોઈને બાજુ પર રાખો.હવે પેનમાં બે થી ત્રણ ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાય, જીરું, સમારેલા લીલા મરચાં, આદુ અને કઢી લીમડો ઉમેરો.આ પછી તેમાં ડુંગળી નાખીને કલર હળવો થાય ત્યાં સુધી બધી સામગ્રીને પકાવો.જ્યારે આ મસાલા અને શાકભાજી બફાઈ જાય, ત્યારે તેમાં ટામેટાં નાખીને ઘટ્ટ થાય ત્યાં સુધી સાંતળો.

પછી તેમાં કેપ્સીકમ, મીઠું, ગરમ મસાલો, હળદર પાવડર નાખીને 6-7 મિનિટ માટે સાંતળો.હવે પાસ્તા ઉમેરો અને ધીમે ધીમે મિક્સ કરો.2-3 મિનિટ પછી ઉતારી લો અને ગરમાગરમ સર્વ કરો.

Next Story