Connect Gujarat
Featured

સાબરકાંઠા : પ્રાંતિજના ખેડૂતે કરી કાશ્મીરી લાલ ગુલાબની સફળ ખેતી, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા

સાબરકાંઠા : પ્રાંતિજના ખેડૂતે કરી કાશ્મીરી લાલ ગુલાબની સફળ ખેતી, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અન્ય ફૂલોની ખેતીમાં ખેડૂતને સારો ભાવ મળતો નહોતો, ત્યારે નવતર પ્રયોગ દ્વારા ખેડૂતે લાલ કાશ્મીરી ગુલાબની સફળ ખેતી કરી છે. જેમાં અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં ફૂલોની ખેતી કરતાં ખેડૂતોને છેલ્લા 5 વર્ષથી સારો ભાવ નહોતો મળતો. જેથી અહીના ખેડૂતો ફૂલોની ખેતીને લઈને ઘણા નાસીપાસ પણ થયા છે. ત્યારબાદ ખેડૂતો કેળા, પપૈયા અને બટાકા સહિતની અન્ય શાકભાજીની ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે પ્રાંતિજ ખાતે રહેતા ખેડૂત રાજેશ પટેલ દ્વારા આ વર્ષે માત્ર અડધા વીઘા જમીનમાં લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જોકે દર વર્ષે બજારમાં ફુલોના ભાવ સારા હોય છે, અને ગુલાબની ખેતી માટે કોઇ મોટો ખર્ચ પણ હોતો નથી.

ગુલાબની કલમ ભાડા સાથે માત્ર 33 રૂપિયામાં પડે છે. ઉપરાંત ગુલાબની ખેતીમાં પાણી અને ખાતર સહિત અન્ય ખર્ચ પણ વધુ થતો નથી. તો સાથે જ ડ્રીપ દ્વારા ગુલાબની ખેતી કરવામાં આવે તો પાણીની પણ ઘણી બચત થાય છે. જોકે, હવે ખેડૂતો લાલ ગુલાબની ખેતી તરફ વળ્યા છે, ત્યારે હાલ કોરોનાના કારણે ધર્મસ્થાનો તેમજ લગ્ન સીઝન ન હોવાથી ભાવમાં આંશિક માર પડ્યો હતો. જેમાં ચાલુ દિવસોમાં પણ હવે ગુલાબની ખેતીમાં રૂ. 200થી 300 સુધીનો ભાવ મળી રહે છે. જેથી રાજેશ પટેલે અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા માટેની સલાહ આપી છે.

Next Story