Connect Gujarat
Featured

સાબરકાંઠા : પ્રાંતિજના ખેડૂતો અપનાવી રહ્યા છે "ચાઇનીઝ ખેતી", જુઓ કયા ચાઇનીઝ પાકની કરી ખેતી..!

સાબરકાંઠા : પ્રાંતિજના ખેડૂતો અપનાવી રહ્યા છે ચાઇનીઝ ખેતી, જુઓ કયા ચાઇનીઝ પાકની કરી ખેતી..!
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના અન્ય તાલુકાના ખેડૂતો મુખ્યત્વે શાકભાજીની ખેતી પર નભે છે. અને તેમાં પણ પ્રાંતિજનું ફુલાવર ખૂબ જ વખણાય છે. વર્ષોથી પ્રાંતિજના ખેડૂતો ફુલાવર તેમજ કોબીજનું પણ વાવેતર કરે છે, ત્યારે આ વર્ષે ખેડૂતોએ ચાઇનીઝ કોબીજની ખેતી કરી સારો પાક અને સારી આવક મેળવી છે.

સાબરકાંઠા જિલ્લાનું પ્રાંતિજ શાકભાજીની ખેતીનું હબ માનવમાં આવે છે. પ્રાંતિજ સહિતના તાલુકાના ખેડૂતો શાકભાજીમાં મુખ્યત્વે ફલાવર અને કોબીજનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ અને પુના સહિતના બજારોમાં પ્રાંતિજના ફલાવર અને કોબીજની પુષ્કળ માંગ રહે છે, ત્યારે પ્રાંતિજમાં ફલાવર પકવતા 2થી 3 ખેડૂતોએ આ વર્ષે ચાઇનીઝ કોબીજનું સફળ વાવેતર કરી બતાવ્યુ છે.

ચાઇનીઝ કોબીજ મોટા ભાગે લગ્ન પ્રસંગોમાં અને નાની મોટી હોટલોમાં ઉપયોગમાં લેવાય છે. તો સાથે જ ચાઇનીઝ કોબીજનો બજારમાં ભાવ પણ ખૂબ જ મળે છે. જોકે બજારમાં પ્રતિ નંગ 50થી 80 રૂપિયામાં મળી રહે છે. ત્યારે પ્રાંતિજમાં ફુલાવરની ખેતી કરતાં ખેડૂતે પોતાના ખેતરમાં આ વર્ષે માત્ર અખતરો કરવા માટે 2 પાળીયા જેટલું ચાઇનીઝ કોબીજનું સફળ વાવેતર કર્યું છે. ચાઇનીઝ કોબીજનો ભાવ પણ સારો મળતા અન્ય ખેડૂતોને પણ ચાઇનીઝ કોબીજનું વાવેતર કરવા પ્રેરણા આપી છે.

Next Story