Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : 108ના કર્મીઓએ કરાવી સફળ પ્રસુતિ, ઝોળીમાં ઉચકી માતા-નવજાતને એમ્બ્યુલન્સ સુધી અને બાદમાં આરોગ્ય કેન્દ્ર પહોંચાડ્યા

સાબરકાંઠા : 108ના કર્મીઓએ કરાવી સફળ પ્રસુતિ, ઝોળીમાં ઉચકી માતા-નવજાતને એમ્બ્યુલન્સ સુધી અને બાદમાં આરોગ્ય કેન્દ્ર પહોંચાડ્યા
X

રાજ્ય સરકારની તબીબી

સેવાઓ છેક છેવાડાના માનવી સુધી પહોચી છે. જેનું ઉત્તમ ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના

પોશીના તાલુકાનું ગંછાલી ગામ બન્યું છે. અંતરિયાળ અને બહુધા આદિજાતિ વસ્તી ધરાવતા

ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ હિના ગમારના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. ૧૦૮ના

સ્ટાફે બે કિ.મી. ચાલીને હિના ગમારના ઘરે જઈ સફળ પ્રસૂતિ કરાવી હતી.

પોશીનાના ગંછાલી

ગામના હિનાબેન ગમારને ગત તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના બપોરે પ્રસૂતિની વેદના શરૂ થઈ

હતી. તેમના પતિ પ્રકાશ ગમારે તરત ૧૦૮ને ફોન કર્યો પરંતુ ગંછાલી ગામમાં જતા ૧૦૮

સ્ટાફના ઇ.એન.ટી પ્રકાશ પરમારને ખબર પડી કે તે એમ્બ્યુલન્સ સાથે દર્દીના ઘરે જઈ

શકાય તેમ નથી. જેથી તેઓ જરૂરી દાક્તરી

સાધન સામગ્રી લઈને ડુંગરાળ ઉંચા-નીચા પથરાળ કાચા રસ્તે બે કિ.મી. ચાલીને હિના

ગમારના ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચી હિના ગમારની તપાસ કરતાં તેમની સ્થિતિ જોતા

ઘરે જ તાત્કાલિક તેમની પ્રસૂતિ કરાવી પડે તેમ હતું. કારણ કે, ઘર ગામથી દૂર ડુંગર વિસ્તારમાં હતું, હિના ગમાર પોતે એક

ડગલું ચાલી શકે તેમ ન હતું, ત્યારે ૧૦૮ના ઇ.એન.ટી

પ્રકાશ પરમારે પરિસ્થિતિ જોઇ ત્વરીત નિર્ણય લેતા ઘરે જ હિના ગમારની સફળ પ્રસૂતિ

કરાવી હતી, જેમાં અને હિના ગમારે એક પુત્રને જન્મ આપ્યો

હતો. ૧૦૮ના કર્મી ઇ.એન.ટી પ્રકાશ પરમાર અને પાઇલોટ ધર્મેન્દ્રભાઇએ ખૂબ જ ઉમદા

અને માનવતાનુ કાર્ય કર્યું હતું. પોતાની ફરજથી આગળ વધીને બન્ને કર્મી અને

પ્રસુતાના પતિ પ્રકાશ ગમારે અને ગામના અન્ય યુવાને ઝોળી બનાવી ખરાબ રસ્તાનું ધ્યાન

રાખી અને રસ્તામાં આવતી નદી ઓળંગી બે કિ.મી. દૂર એમ્બ્યુલન્સ વાન સુધી ઉચકીને લઈ

ગયા હતા. હાલ માતા-બાળક પોશીના આરોગ્ય કેન્દ્રમાં સ્વસ્થ્ય છે.

રાજ્ય સરકારના

છેવાડાના માણસ સુધી પહોંચવાની વાતને ૧૦૮ના ઇ.એન.ટી પ્રકાશભાઇ અને ધર્મેન્દ્રભાઇ

જેવા નિષ્ઠાવાન અને સેવાભાવી કર્મીઓ સિધ્ધ કરી બતાવી છે, ત્યારે હિના ગમાર અને તેમના પતિ પ્રકાશ ગમારે સરકાર અને ૧૦૮ કર્મીઓનો ખૂબ

ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story