Connect Gujarat
ગુજરાત

હવે SBIના ATM માંથી એક દિવસમાં માત્ર 20000 જ ઉપાડી શકશે, 31 ઓકટો.થી થશે લાગુ

હવે SBIના ATM માંથી એક દિવસમાં માત્ર 20000 જ ઉપાડી શકશે, 31 ઓકટો.થી થશે લાગુ
X

ઠગ ટોળકીઓ દ્વારા ખાતેદારો સાથે થતી છેતરપિંડિને ડામવા માટે બેન્ક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એટીએમ કેસ વિથડ્રોઅલની રોજની મર્યાદા 40000થી ઘટાડીને હવે 20000 કરી દીધી છે. જેનો અમલ આગામી 31 ઓકટોબરથી કરવામાં આવશે.

બેંક દ્વારા વિથડ્રોઅલ ઓછું કરવાનું કારણ બેંકમાં થઈ રહેલા છેતરપિંડીના બનાવોને ગણાવ્યું છે. તેના કારણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રોજની 40000 રોકડના સ્થાને 20000 જેટલી રોકડ ગ્રાહક એક દિવસમાં ઉપાડી શકે તેવો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઠગ દ્વારા છુપા કેમેરા અને ઈલેકટ્રેનિકસ ડિવાઈસિસનો ઉપયોગ કરીને બેંકના ગ્રાહકોના ડેબિટકાર્ડના પાસવર્ડ ચોરી લે છે. પછી એ પાસવર્ડના કારણે ગ્રાહકના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જતા ઠગ ટોળકી ફરાર થઈ જતી હોય છે. એ માટે બેંકના અધિકારી દ્વારા 31 ઓકટોબરથી આ વિથડ્રોઅલની કામગીરીનો અમલ શરૂ થશે. મિડિયા રીપોર્ટ પ્રમાણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દરેક બેંકને આ નોટિસ ડીસ્પલે કરવા કહી દીધુ છે.

બેંક દ્વારા 20000 થી વધુ રકમની ઉપાડ કરવા માગતા ગ્રાહકો ઉંચા વેરીયન્ટવાળા કાર્ડ લઈ શકે છે.આવા કાર્ડ બેંક દ્વારા ગ્રાહકને ઈસ્યુ કરવામાં આવશે. ઉંચા વેરીયન્ટવાળા કાર્ડ એ જ ગ્રાહકને આપવામાં આવશે જેમાં મિનિમમ બેલેન્સ કરતા વધુ જમા રકમ રાખે છે તેને જ આપવામાં આવશે. કેશ ઉપાડની રકમમાં ઘટાડો કરતાં તહેવારોને અનુલક્ષીને ગ્રાહકોને ભારે હાલાકાની સામનો કરવાનો વારો આવ્યો છે.

લીમીટેડ ઉપાડના કારણે ગ્રાહકોને અગવડ નહીં પડે તેવા પ્રશ્નના જવાબમા મેનેજીંગ ડીરેકટર પી.કે.ગુપ્તાએ જણાવ્યું હતું કે, આંતરીક એનાલીસસ પ્રમણે મોટાભાગના વીથડ્રોઅલ નાની રકના હોય છે તેથી મોટા ભાગનાં ગ્રાહકો માટે 20000ની રકમ પુરતી રહેશે.

Next Story